ધારાસભ્ય સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ, લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાનો આરોપ

Rudra
By Rudra 1 Min Read

ગાંધીનગરના ભાજપના વર્તમાન MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો થયો છે. ગજેન્દ્ર પરમાર વિરુદ્ધ સેક્ટર – 21 પોલીસ મથકમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. લગ્નની લાલચે શારીરિક સબંધ બાંધ્યાની ફરિયાદ કરવામાં આવી છે. સેક્ટર- 21ના MLA ક્વાર્ટર ખાતે દુષ્કર્મ આચર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગજેન્દ્રસિંહ પર દુષ્કર્મ આચર્યા બાદ જાતિ વિષયક ટિપ્પણી કર્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. જીઝ્ર-જી્‌ પ્રતિબંધ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. જુલાઈ ૨૦૨૦થી ફેબ્રુઆરી ૨૦૨૧ દરમ્યાન દુષ્કર્મ આચર્યાની ફરિયાદ છે. અમદાવાદની મહિલાએ દુષ્કર્મ મુદ્દે ગજેન્દ્રસિંહ સામે ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ MLA વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.

Share This Article