વધુ એક યુવતી નવ મહિનાઓ સુધી દુષ્કર્મનો ભોગ બની

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: શહેરમાં દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. સેટેલાઇટ ગેંગરેપના ચકચારભર્યા કેસનો વિવાદ હજુ શમ્યો પણ નથી ત્યાં આજે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે.

ઈસનપુરમાં રહેતી ૨૨ વર્ષીય યુવતીએ નિખિલ નટવર વાઘેલા નામના આરોપી સામે મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ, અમદાવાદ શહેરમાં દુષ્કર્મની ફરિયાદ કરી છે. યુવતીએ આરોપી નિખિલ પર ૫ ઓક્ટોબર,૨૦૧૭થી લઇ ૨૦ જુલાઈ ૨૦૧૮ એમ ૯ મહિના સુધી દુષ્કર્મ ગુજારાયો હોવાનો ગંભીર આરોપ લગાવાયો છે. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

શહેરમાં વધુ સામે આવેલા ચકચારભર્યા આ દુષ્કર્મ કેસની પ્રાપ્ત માહિતી મુજબ, પીડિત યુવતીએ ગંભીર આરોપ લગાવ્યા છે કે, નિખિલ નટવર વાઘેલા નામના શખ્સે ૫ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ મને તેની ઓફિસમાં બોલાવી દારૂ પીને શરીરના છાતીના તથા ગુપ્ત ભાગે સ્પર્શીને બળાત્કાર કરી તેની વીડિયો ક્લિપ બનાવી હતી. ત્યારબાદ તેણીનો આ દુષ્કર્મનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને ૧૧ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ કોલકાતા લઈ જઈ સુખોબ્રિષ્ટી ફ્લેટમાં તથા રીધય એપાર્ટમેન્ટ, નારાયણ તાલા ઈસ કોલકાતા ખાતે ચાર માસ રાખી અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતું.

યુવતીએ ફરિયાદમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે,  કોલકાતા બાદ અમદાવાદના ગોતામાં આવેલા સિદ્ધાર્થ આઈકન, કલોલ તેના મિત્રના ઘરે તથા મહેસાણાના દક્ષ બંગલોમાં ૨૦ જુલાઈ,૨૦૧૮ સુધી ગોંધી રાખી તેણીની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. માત્ર એટલું જ નહીં, આરોપીએ તેણીને માર મારીને જાનથી મારી નાંખવાની ગંભીર ધમકી પણ આપી હતી. પીડિતાની આ ફરિયાદને પગલે ભારે ચકચાર  મચી ગઇ છે.

શહેરમાં દિન પ્રતિદિન બાળકીઓ, યુવતીઓ અને મહિલાઓની છેડતી, જાતીય સતામણી અને દુષ્કર્મના બનાવો નોંધનીય રીતે વધી રહ્યા છે. હજુ શહેરનો બહુચર્ચિત સેટેલાઇટ ગેંગરેપ કેસનો વિવાદ શમ્યો નથી ત્યાં આજે ઇસનપુરની યુવતીના નવા દુષ્કર્મ કેસને લઇ પોલીસ હવે દોડતી થઇ છે અને સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી નિખિલ નટવર વાઘેલાને ઝડપી લેવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે.

TAGGED:
Share This Article