રેપના કેસોમાં હાલમાં ઉલ્લેખનીય વધારો થયો છે. તમામ પ્રકારના કાયદાને કઠોર કરવામા આવ્યા બાદ રેપના કેસો વધ્યા છે. હૈદરાબાદ રેપ કેસમાં એન્કાઉન્ટરમાં નરાધમોને મોતને ઘાટ ઉતારી દેવા અને ઉન્નાવ રેપ કેસમાં પિડિતાના મોત બાદ દેશભરમાં રેપના કેસોની ચર્ચા જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં પોર્નને લઇને મામલો ફરી સપાટી પર આવ્યો છે. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને અન્ય અનેક નેતાઓ અને કેટલાક અન્ય વર્ગના લોકો પોર્નને પણ કેટલીક હદ સુધી રેપ માટે જવાબદાર ગણી રહ્યા છે. બે દશકના ગાળામાં દુષ્કર્મ કરનાર નાની વયના યુવાનોની સંખ્યામાં રેકોર્ડ ગતિથી ચિંતાજનક રીતે વધારો થયો છે. આની પાછળ કેટલાક કારણો તો બિલકુલ દેખીતા છે. પ્રત્યક્ષ રીતે ઇન્ટરનેટના માધ્યમથી ઉપલબ્ધ અશ્લીલ સાઇટ્સ સરળ રીતે જોઇ શકાય છે. આના દુષણના કારણે આ બનાવો વધી રહ્યા છે. અલબત્ત સરકારે અશ્લીલ સાઇટ્સ અથવા તો પોર્ન સાઇટ્સ પર પ્રતિબંધ મુકવા માટે અને તેને નિયંત્રિત કરવા માટે તમામ પગલા લીધા હોવા છતાં તેની અસરકારકતા ઘટી રહી નથી.
આની પાછળ પણ આ સાઇટ્સને લઇને યુવાનો ખેંચાઇ રહ્યા હોવાના કારણને જોઇ શકાય છે. કોમ્પ્યુટર અને મોબાઇલ પર ઇન્ટરનેટ ગેમ રમવાની બાબત બાળકોને નુકસાન કરી રહી છે.
બાળકો પણ મોટી વયના લોકોની જેમ જ ઇન્ટરનેટ તરફ કેન્દ્રિત થઇ રહ્યા છે. ક્યા ક્યા પ્રકારની સામગ્રી જોવામાં આવી રહી છે. આના પર ખુબ ઓછા લોકોનુ ધ્યાન કેન્દ્રિત થાય છે. આના કારણે બાળકોના શિક્ષણને માઠી અસર થઇ રહી છે. સાથે સાથે બાળકોની માનસિક સ્થિતિ પણ ખરાબ થઇ રહી છે. કેટલાક કેસોમાં તો તેમને પુન વસવાટ કેન્દ્રોમાં પણ મોકલી દેવામાં આવે છે. થોડાક સમય જ કેન્દ્ર સરકારે સ્વાગતરૂપ પહેલ કરીને અશ્લીલ સાઇટ્સ ધરાવતી સંસ્થાઓ પર કાર્યવાહી કરી હતી. સાથે સાથે અશ્લીલ સામગ્રી પિરસતી ૮૦૦ સાઇટ્સ પર પ્રતિબંધ લાદી દીધા હતા.
આ સાઇટ્સને બંધ કરવાના આદેશ જારી કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે ૨૦૧૫માં કોર્ટે અશ્લીલ સાઇટ્સ બંધ કરવાના સંબંધમાં કેન્દ્ર સરકાર પાસેથી જવાબની માંગ કરી હતી. એ વખતે સરકારે ચાઇલ્ડ પોર્નોગ્રાફી પર પ્રતિબંધ મુકવા માટેની સહમતિ દર્શાવી હતી. પરંતુ સિવિલ લિબર્ટિજ અને તમામ સંગઠનોએ એમ કહીને આની સામે વાંધો ઉઠાવ્યોહતો કે કોઇ વ્યક્તિને એકાંતમાં કોઇ પોર્નોગ્રાફી ફિલ્મ જોવાથી કેમ રોકી શકાય છે. પરંતુ આ માત્ર વ્યક્તિ સ્વતંત્રતાનો પ્રશ્ન નથી. શુ ઇન્ટરનેટનો ઉપયોગ કરનાર વ્યક્તિને મર્યાદિત કરી શકાય છે. વર્તમાન સમયમાં આવી કોઇ વ્યવસ્થા નથી જેના કારણે કોઇ નિયંત્રિત ચીજો પુખ્તવયના લોકો સુધી મર્યાદિત રહે.
બાળકો ક્લીક કરે ત્યારે આવી કોઇ સાઇટ્સ ન ખુલી જાય. આવી સ્થિતિમાં અશ્લીલ સાઇટ્સોને ચલાવવા માટેની બાબત કેટલી વાજબી છે. ચોક્કસપણે બાળકો સુધી આની ઉપલબ્ધતા ખતરનાક છે. સાથે સાથે વિકૃતિ સમાન છે. અમને આ બાબતને તાર્કિદની રીતે સમજી લેવાની જરૂર છે. અમારા દિમાગની બનાવટ એવા પ્રકારની છે કે જે ચીજો વ્યક્તિ વારંવાર જુએ છે અને નિહાળે છે, વાંચે છે તેની અસર તેના પર થાય છે. આ પ્રકારની બાબત તેની વિચારવાની શક્તિ પર અસર કરતી નથી પરંતુ સાથે સાથે તેને અન્ય રીતે નુકસાન પણ કરે છે. જે ચીજો વારંવાર વ્યક્તિ નિહાળે છે અને અનુભવ કરે છે તે બાબતને વ્યક્તિ સ્વીકાર કરવા લાગે છે. જેથી પોર્ન સિનેમા અથવા તો કોઇ ડિજિટલ માધ્યમથી પિરસવામાં આવતી પોર્ન ફિલ્મોની અસર તેના દિમાગ પર સીધી રીતે થાય છે.
આવી સ્થિતિ અમને હિંસા કરવા તરફ પ્રેરિત કરે છે. માનસિક રીતે તે તૈયાર કરે છે. આને સમર્થન એવા આંકડા પણ કરે છે તે વારંવાર જારી થતા રહે છે. છેલ્લા બે વર્ષના ગાળામાં જ નાની વયના લોકો દુષ્કર્મના કેસોમાં વધારે સંડોવાયેલા નિકળ્યા છે. આનુ મુખ્ય કારણ પોર્ન સાઇટ્સ સરળતાથી ઉપલબ્ધ થઇ જાય છે તે બાબત છે. આ બાબતને સમજીને નેપાળે સપ્ટેમ્બર મહિનામાં પોર્ન સાઇટ્સ પર પ્રતિબંધ મુકી દેવાની જાહેરાત કરી હતી. ભારતમાં પણ આંશિક રીતે પરંતુ આ દુષણને રોકવા માટેના પ્રયાસ ચોક્કસપઁણે કરવામાં આવ્યા છે. દુષ્કર્મના કેસો સતત વધી રહ્યા છે. પોર્ન સાઇટ્સ કોઇ એક દેશની સમસ્યા નથી. દુનિયાના દેશોમાં આ પ્રકારની અશ્લીલ સાઇટ્સના ભરાવા છે. તેમને જોવામાં આવે છે.
આવી સાઇટ્સ જોનાર લોકોની સંખ્યા પણ ખુબ વધારે છે. જેથી તેના પર બ્રેક મુકવાની બાબત પણ સરળ નથી. નેપાળ અને ભારત સહિતના કેટલાક દેશોમાં પ્રતિબંધની દિશામાં પહેલ કરવામાં આવી ચુકી છે. ઇસ્લામિક દેશોમા પણ આને લઇને લાલ આંખ કરવામાં આવી છે. જેના કારણે આ દુષણ પણ બ્રેક મુકવાની દિશામાં કેટલાક હદે સફળતા મળી છે. બાળકો સુધી આ પ્રકારની સાઇટ્સ પહોંચી રહી છે. જે તેમના માનસિક વિકાસને માઠી અસર કરે છે.