રેપ પીડિતા નાદિયા-તબીબ મુકવેગેને અંતે નોબેલ શાંતિ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઓસ્લો:  નોબેલ શાંતિ પુરસ્કાર કોને મળશે તેને લઇને ચાલી રહેલી અટકળોનો આજે અંત આવ્યો હતો. ઓસ્લોમાં પાંચ સભ્યોની કમિટિ દ્વારા આની જાહેરાત કરવામાં આવી હતી. ડીઆર કાંગોના ડોક્ટર ડેનિસ મુકવેગે અને આઈએસના આતંકવાદનો શિકાર થયેલી રેપ પીડિતા નાદિયા મુરાદને નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. મહિલા અધિકારો માટે નાદિયા ઝુંબેશ ચલાવી રહી છે.

આ બંનેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. નોબેલ માટે કુલ ૩૩૧ના નામ હતા. નોબેલ પુરસ્કાર વિજેતાઓ શાંતિના નોબેલ પુરસ્કાર વિજેતા તરીકે તેમના નામની જાહેરાત થયા પહેલાં આ બાબતથી સાવ અજાણ હતા. વર્ષ ૨૦૧૭માં શાંતિનો નોબેલ કોઈ વ્યક્તિને નહીં પરંતુ પરમાણુ શસ્ત્રોના નાશ માટે કામ કરતી સંસ્થા ‘ઈન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલિશ ન્યુક્લિયર વેપન્સ’ને આપવામાં આવ્યો હતો. આ સંસ્થાએ વર્ષ ૨૦૧૮ના શાંતિનો નોબેલ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. વર્ષ ૨૦૧૪ની શાંતિનો નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈએ પણ બંનેને અભિનંદન પાઠવ્યા હતા.

પુરસ્કારની જાહેરાત કરતાં નોબેલ સમિતિએ જણાવ્યું કે, તેઓ મહિલાઓને હાઈલાઈટ કરવા માગતા હતા. આજે જે મહિલાઓ અડધા સમાજનું નિર્માણ કરે છે તેમને સુરક્ષાની જરૂર છે અને જે લોકો તેમનાં અધિકારોનાં દોષિત છે તેમની સામે કાર્યવાહી કરવી જરૂરી છે. જ્યારે પુછવામાં આવ્યું કે, ‘મી ટૂ’ અભિયાન ચલાવનારી મહિલાઓને શા માટે આ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી ન હતી તો તેના અંગે રેઈસ એન્ડરસને જણાવ્યું કે, આ મહિલાઓ અને યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં હથિયાર તરીકે ઉપયોગમાં લેવાતી મહિલાઓ એક સમાન નથી.

એક વાત ચોક્કસ છે કે, બંનેમાં મહિલાઓની અવદશાનું વર્ણન છે અને તેમને આત્મસન્માન તથા સુરક્ષા પુરી પાડવી એ સમાજની જરૂરિયાત બની ગઈ છે.  ડેનિસ મુખવેજ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના બુકાવુ શહેરમાં આવેલી પાન્ઝી હોસ્પિટલનાં સ્થાપક અને મેડિકલ ડિરેક્ટર છે અને તેઓ પોતે એક ગાયનેકોલોજીસ્ટ છે. તેમણે પોતાનું જીવન કોંગોમાં આંતરિક સંઘર્ષ દરમિયાન જાતિય અત્યાચારનો બોગ બનેલી મહિલાઓના ઈલાજ પાછળ ખર્ચી નાખ્યું છે.

Share This Article