કોર્ટમાં રડવા લાગી રાન્યા રાવ, કહ્યું – ‘મને DRI અધિકારીઓએ ગાળો આપી,’ માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો

Rudra
By Rudra 2 Min Read

રાન્યા રાવે સોનાની તસ્કરી કેસમાં ડીઆઈઆઈ અધિકારીઓ પર માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. એક્ટ્રેસે અદાલતમાં કહ્યું, તેને મને મારી નથી, પરંતુ તેઓએ ખરાબ રીતે અપશબ્દો કહ્યાં, જેના કારણે મને માનસિક હેરાગતિ થઈ છે.

દુઈથી સોનાની તસ્કરી કરી બેંગલુરુના કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પકડાયેલી કન્નડ અભિનેત્રી રાન્યા રાવને સોમવારે અદાલતમાં હાજર કરવામાં આવી હતી. અદાલતમાં સુનાવણી દરમિયાન રાન્યાએ ડાયરેક્ટરેટ ઓફ રેવેન્યૂ ઇન્ટેલિજેન્સ (DRI)ના અધિકારીઓ પર માનસિક ઉત્પીડનનો અને અપશબ્દ કહેવાનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન કોર્ટમાં તે રડવા લાગી હતી. જ્યારે અધિકારીઓએ તેના આરોપનું ખંડન કર્યું છે અને કહ્યું કે, એક્ટ્રેસ તપાસમાં સહિયોગ આપી રહી નથી.

અદાલતમાં હાજર થયા બાદ રાન્યાને ઘણાં સવાલ પૂછવામાં આવ્યાં. અદાલતે એક્ટ્રેસને પૂછ્યુ કે શું તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો? તો એક્ટ્રેસ કોર્ટમાં રોડવા લાગી અને તેણે ડીઆઈઆઈ અધિકારીઓ પર માનસિક ઉત્પીડનનો આરોપ લાગવ્યો.

રાન્યાએ ક્યું, જો હું તેને જવાબ આપુ નહીં તો, તે મને ધમકાવે છે. કહે છે તને ખબર નથી તું નહીં બોલીશ નહીં તો શું થશે.

જજે આગળ સવાલ કર્યો કે માત્ર આ સવાલનો જવાબ આપો, શું તેઓએ તને તબીબી સારવાર આપી કે થર્ડ ડિગ્રી પૂછપરછ કરી? રાન્યાએ જવાબ દીધો, તેઓએ મને મારી નથી, પરંતુ તેઓએ મને ખરાબ અપશબ્દો કહ્યાં, જેના કારણે મારે માનસિક સમસ્યાનો સામનો કરવો પડ્યો.

બીજી બાજુ અદાલતની કાર્યવાહી દરમિયાન તપાસ અધિકારીઓએ ન્યાયધીશને સૂચિત કર્યું કે, રન્યાને ડીઆરઆઈ અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારનુ ઉત્પીડન કરવામાં આવ્યું નથી.

અધિકારીઓએ કહ્યું, પૂછપરછ દરમિયાન તે કોઈપણ સવાલનો જવાબ આપવાથી ઇનકાર કરતી હતી. જ્યારે અમે પૂછીએ ત્યારે તે ચૂપ રહે છે. અમે સંપૂર્ણ તપાસ રેકોર્ડ કરી લીધી છે.

જણાવી દઈએ કે, રાન્યા રાવની ડીઆરઆઈએ 4 માર્ચ 2024ના રોજ બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટથી ધરપકડ કરી હતી. તે દુબઈથી 14.8 કિલો સોનાની તસ્કરી કરી ભારત લાવવાનો પ્રયત્ન કરી રહી હતી. આ સોનાની કિંમત આશરે 12 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

Share This Article