રણવીર હવે પોતાની સિમ્બા ફિલ્મને લઇને ખુશ : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : દિપિકા સાથે ઇટાલીમાં લગ્ન કર્યા બાદરણવીર સિંહ હાલમાં સામાજિક પ્રસંગમાં વ્યસ્ત છે. આવી Âસ્થતીમાં રણવીર સિંહ હવે પોતાના નવા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. તેની સૌથી પહેલા ફિલ્મ હવે સિમ્બા રજૂ કરાશે. સિંહને પ્રથમ વખત એક શાનદાર એક્શન ફિલ્મ સિમ્બા હાથ લાગી છે. આ ફિલ્મનુ શુટિંગ જારદાર રીતે ચાલી રહ્યુ છે. ફિલ્મને ૨૮મી ડિસેમ્બરના દિવસે રજૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. રોહિત શેટ્ટીની એક્શનથી ભરપુર ફિલ્મ મળતા રણવીર ભારે ખુશ છે. ફિલ્મ સિમ્બાને લઇને તૈયારીમાં રણવીર સિંહ પહેલાથી જ લાગી ગયો છે. એક્શન સિક્વન્સ માટે ટ્રેનિંગ પણ રણવીર સિંહે લઇ લીધી છે.

રોહિત શેટ્ટીની નવી ફિલ્મમાં તે પોલીસ અધિકારીની ભૂમિકામાં નજરે પડનાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે રોહિત શેટ્ટીની મોટા ભાગની ફિલ્મો એક્શનથી ભરપુર રહે છે. હાલમાં તે ઝોયા અખ્તરની ફિલ્મ ગુલ્લી બોયના શુટિંગને લઇને વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ કામ કરી રહી છે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેિશત ફિલ્મમાં રણવીર સિંહ તેની કેરિયરમાં હજુ સુધીની સૌથી મોટી ભૂમિકા અદા કરવા જઇ રહ્યો છે.

શેટ્ટીની ટીમ સાથે તે કેટલાક સપ્તાહ સુધી ખાસ ટ્રેનિંગ પણ કરી ચુક્યો છે.  ઘટનાક્રમ પર નજર રાખનાર સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે રણવીર અને રોહિત શેટ્ટી હાલમાં ફિલ્મ નિર્માતાની ઓફિસમાં મળ્યા હતા. ચાર કલાક સુધી વાતચીત ચાલી હતી. ત્યારબાદ બન્ને ફિલ્મને આગળ વધારી દેવા માટે સહમત થયા હતા.ગુલ્લી બોય બાદ  સિમ્બા ફિલ્મનુ શુટિંગ કરવામાં આવનાર છે. રોહિત શેટ્ટી સાથે કામ કરવાની તેની ઇચ્છા આખરે પૂર્ણ થઇ રહી છે. તેમની ફિલ્મો તમામ પેઢીને પસંદ પડે છે. તેમની એક્શન ફિલ્મો ચાહકોને ગમે છે. રોહિત શેટ્ટી તેની એક્શનથી ભરપુર ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. તેમની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી છે.

 

 

 

Share This Article