રણવીરસિંહની આગામી ફિલ્મ જ્યેશભાઈ જાેરદાર વિવાદોમાં ઘેરાઈ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

રણવીર સિંહ સ્ટારાર ફિલ્મ ‘જયેશભાઇ જાેરદાર’ વિવાદોમાં ઘેરાઇ ગઇ છે.

ફિલ્મના ટ્રેલરને દર્શકોનો જાેરદાર રિસ્પોન્સ મળ્યો હતો. પરંતુ હવે ફિલ્મને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે જેના લીધે રણવીર સિંહની મુશ્કેલીઓ વધી શકે છે. જાેકે ફિલ્મના ટ્રેલરમાં પ્રસુતિ પહેલાં લિંગ-તપાસ સીનને લઇને ફિલ્મ કાયદાની જાળમાં ફસાઇ ગઇ છે. ફિલ્મના સીન પર દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે જેમાં ફિલ્મમાંથી આ સીન દૂર કરવાની માંગ કરવામાં આવી છે. 

સામે આવતા મીડિયા રિપોર્ટ્‌સનું માનીએ તો રણવીર સિંહની ફિલ્મ ‘જયેશભાઇ જાેરદાર’ ના ટ્રેલરને દિલ્હી હાઇકોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો છે. અરજી દાખલ કરનાર પવન પ્રકાશ પાઠકે અરજીમાં કહ્યું ચેહ કે ‘ડિલિવરી પહેલાં બાળકના લિંગની તપાસ કરાવવી ગેરકાયદેસર છે અને આપણું સંવિધાન તેની પરવાનગી આપતું નથી.

તે ઇચ્છે તો આવી વસ્તુઓ ફિલ્મના માધ્યમથી સામાન્ય લોકોને ન બતાવવી જાેઇએ અને આ સીનને પ્રતિબંધિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો આધાર પર ફિલ્મમાંથી દૂર કરવામાં આવે.’ વર્કફ્રંટની વાત કરવામાં આવે તો રણવીર સિંહ પાસે આ વર્ષે ઘણા બધા પ્રોજેક્ટ છે. ‘જયેશભાઇ જાેરદાર’ ઉપરાંત તે હાલમાં આલિયા ભટ્ટ સાથે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ નું શૂટિંગ કરી રહ્યા છે, આ ઉપરાંત તે રોહિત શેટ્ટી નિર્દેશિત ‘સર્કસ’ અને અન્ન્નિયન જેવી મોટા બજેટની ફિલ્મો રિલીઝ થવા જઇ રહી છે.

રણવીર સિંહ હાલમાં પોતાની ગુજરાતી પૃષ્ઠભૂમિ પર બનેલી આગામી ફિલ્મ ‘જયેશભાઇ જાેરદાર’ ને લઇને ચર્ચામં છે. ફિલ્મની હાલમાં દરેક જગ્યાએ ચર્ચા થઇ રહી છે અને ફિલ્મ ૧૩ મેના રોજ રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મને લઇને રણવીર સિંહના ફેન્સ સુપર એક્સાઇડટેડ જાેવા મળી રહ્યા છે, પરંતુ ફિલ્મને લઇને એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે, જેના લીધે રણવીર સિંહના ફેન્સને મોટો ઝટકો લાગી શકે છે.

‘જયેશભાઇ જાેરદાર’ વિવાદોના ઘેરમાં આવી ગઇ છે. થોડા દિવસો પહેલાં રિલિઝ થયેલા ટ્રેલરના એક સીન પર વિવાદ સજાર્યો છે.

Share This Article