રણવીર સિંહનો ફરી એક અતરંગી પહેરવેશ થયો વાયરલ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રણવીર સિંહ આગામી ફિલ્મ ‘જયેશભાઈ જાેરદાર’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર પહેલેથી જ દર્શકોને પ્રભાવિત કરી રહ્યું છે. રણવી તેના શાનદાર આઉટફિટ્‌સથી પણ લોકોને પ્રભાવિત કરી રહ્યો છે.

થોડા કલાકો પહેલા તેણે તેના લેટેસ્ટ ફોટોશૂટની ઘણી તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં રણવીર સિંહ એક નવો ફેશન ગોલ આપતો જાેવા મળી રહ્યો છે. આમાં રણવીર તેની શાનદાર અને સ્વેગ સ્ટાઈલ બતાવી રહ્યો છે.

આ તસવીરોમાં રણવીર સિંહ કલરફુલ પ્રિન્ટેડ આઉટફિટમાં જાેઈ શકાય છે. અને રણવીર સિંહ દાઢી અને મૂછમાં અને ફોટોશૂટ દરમિયાન તેણે સનગ્લાસ પહેરેલા અને તેમાં તેના શર્ટના ઉપરના બટન ખુલ્લા છોડી દીધા છે અને તેના ગળામાં માળા પહેરી છે.

આવી તસવીરો શેર કરતાં રણવીર સિંહે ગુજરાતીમાં લખ્યું, “મજ્જા ની જિંદગી.” તે ‘જયેશભાઈ જાેરદાર’માં એક ગુજરાતી વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યો છે. રણવીર સિંહની ફિલ્મ ‘જયેશભાઈ જાેરદાર’ દિવ્યાંગ ઠક્કરે ડિરેક્ટ કરી છે. આ ડિરેક્ટરની ડેબ્યૂ ફિલ્મ છે.

રણવીર સિંહ ઉપરાંત ‘જયેશભાઈ જાેરદાર’માં શાલિની પાંડે, બોમન ઈરાની અને રત્ના પાઠક શાહ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ૨૦ મેના રોજ “જયેશભાઈ જાેરદાર” મોટા પડદા પર રિલીઝ થવાની તૈયારીમાં છે.

Share This Article