નાગરાજની ભૂમિકા અદા કરવા માટે રણવીર તૈયાર

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

જો રણવીર સિંહની ફિલ્મોની વાત કરવામાં આવે તો તે જુદા જુદા રોલમાં જોરદાર ફિટ બેસે છે. ગલી બોય અને પદ્માવતિ જેવી ફિલ્મ જોવાથી આનો અંદાજ મળી જાય છે. હવે તે નવી ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ રણવીર સિંહ હવે કરણ જોહરના નિર્દેશનમાં બનનાર એક ફિલ્મમાં સુપરહિરોના રોલમાં નજરે પડનાર છે. રણવીર હમેંશા તેના માટે ખાસ પ્રકારની ભૂમિકાને પસંદ કરે છે. ત્યારબાદ તેના માટે મહેનત કરવા લાગી જાય છે. તેની છેલ્લી ફિલ્મો પરથી આનો અંદાજ મળી શકે છે. હવે તે ઇન્ડિયન સુપરહિરોની ભૂમિકા અદા કરનાર છે. જે ખુબ લોકપ્રિય કોમિક પુસ્તક નાગરાજ પર આધારિત છે.

આ સંબંધમાં કરણ જોહર અને રણવીર સિંહ વચ્ચે વાતચીત ચાલી રહી છે. રાજ કોમિક્સના પ્રમુખ મનોજ ગુપ્તાએ માહિતી આપતા કહ્યુ છે કે અમે લોકો નાગરાજના સિલ્વર સ્ક્રીન અડેપ્શન માટે કરણ જોહર અને રણવીર સિહ સાથે વાતચીત કરી રહ્યા છીએ. તમામ લોકો સારી રીતે જાણે છે કે નાગરાજ રાજ કોમિક્સના એક લોકપ્રિય પાત્ર તરીકે છે. નાગરાજનુ પાત્ર ખુબ લોકપ્રિય તરીકે રહ્યુ છે. એમ માનવામાં આવે છે કે આ ફિલ્મ બનશે તો વર્ષ ૨૦૨૨માં રજૂ કરવામાં આવી શકે છે. રણવીર સિંહ હાલમાં કેટલીક અન્ય ફિલ્મોને લઇને વ્યસ્ત બનેલો છે. જો કે તેની લોકપ્રિયતા સતત વધી રહી છે.

તમામ લોકો જાણે છે કે બોલિવુડમાં તેની ઓળખ એક લોકપ્રિય સ્ટાર તરીકે થયા બાદ તેની પાસે તમામ મોટા પ્રોજેક્ટ આવી રહ્યા છે. તે હાલમાં કપિલની લાઇફ પરની ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે. જેમા દિપિકા પણ છે.

Share This Article