રણવીર, કરીના, આલિયા એક સાથે નજરે પડનાર છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : બોલિવુડના દિગ્ગજ નિર્માતા નિર્દેશકોમાં સ્થાન ધરાવનાર કરણ જોહરે કલંક જેવી મલ્ટીસ્ટારર ફિલ્મ બનાવ્યા બાદ હવે વધુ એક મોટો ધડાકો કર્યો છે. ધર્મા પ્રોડક્શને હવે વધુ એક મલ્ટીસ્ટારર ફિલ્મ બનાવવા માટેની જાહેરાત કરી છે. ફિલ્મનુ  નામ તખ્ત રાખવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં શ્રીદેવીની પુત્રી જન્હાવીને પણ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધડક બાદ કરણ જોહરે નવી ફિલ્મ બનાવવા માટેની તૈયારી કરી છે.

તખ્તમાં જન્હાવી ઉપરાંત રણવીર સિંહ, આલિયા ભટ્ટ, કરીના કપુર, ભૂમિ પેડનેકર, અનિલ કપુર વિક્કી કોશલ પણ કામ કરનાર છે. ફિલ્મનુ નિર્દેશન કરણ જોહર પોતે કરનાર છે. તખ્ત એક પિરિયડ ફિલ્મ છે. પીરિયડ ડ્રામા ફિલ્મ મુગલ સિંહાસનની પટકથા છે. ફિલ્મમાં ઓરંગજેબની ભૂમિકામાં વિક્કી કોશળ રહેશે. જાન્હવી ઔરંગજેબની પત્નિની ભૂમિકામાં નજરે પડનાર છે.

હેવાલ મળ્યા છે કે કરીના કપુર ફિલ્મમાં રણવીર સિંહની બહેનની ભૂમિકામાં દેખાશે. આલિયા ભટ્ટ તેની પ્રેમિકાની ભૂમિકામાં રહેશે. શાહજહાના બે પુત્રો એટલે કે બે બાઇ રણવીર સિંહ અને વિક્કી કોશલ ની પટકથામાં મહત્વકાંક્ષા, લાલચને દર્શાવવામાં આવનાર છે. તમામ લોકો જાણે છે કે મુગલો ભારતમાં લાંબા સમય સુધી શાસન કરી ચુક્યા છે.

૧૭મી શતાબ્દીથી ૧૮મી શતાબ્દીના મધ્ય સુધી મુગલોનુ શાસન રહ્યુ હતુ. ફિલ્મમાં તમામ કલાકારોને જોરદાર રીતે રજૂ કરવા માટે તૈયારી કરવામાં આવી હતી. કરણ જાહર સામાન્ય રીતે કોમર્શિયલ ફિલ્મો બનાવવા માટે જાણીતા રહ્યા છે. જા કે હવે તેઓ પીરિયડ ડ્રામા ફિલ્મ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. જાન્હવી કપુર માટે આ ભૂમિકા ખુબ મુશ્કેલરૂપ તરીકે રહે તેવી શક્યતા છે. વિક્કી કૌશલે હાલમાં ભારે લોકપ્રિયતા તેની ભૂમિકાના કારણે અદા કરી છે.

Share This Article