ગુજ્જુ બોય ‘જયેશભાઇ જોરદાર’ના અવતારમાં રણવીર સિંહે અમદાવાદની લીધી મુલાકાત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

જયેશભાઈ જોરદાર ફિલ્મના પ્રમોશન માટે રણવીર સિંહે આજે અમદાવાદની મુલાકાત લીધી હતી. તેઓ પોતાની આગામી ફિલ્મ જયેશભાઇ જોરદાર ના પ્રમોશન માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા ફરી એકવાર તેઓ પોતાની આગવી સ્ટાઈલમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે છકડા પર સવાર થઇને ફોટૉસ પણ લીધા હતા.

સુપરસ્ટાર રણવીર સિંહ યશ રાજ ફિલ્મ્સના ‘જયેશભાઈ જોરદાર’ ફિલ્મમા અભિનય કરી રહ્યો છે, જે એક મોટી સ્ક્રીન એન્ટરટેઇનર જે ભારતીય સિનેમામાં દમદાર એવા હીરો અને હીરોઇઝમની નવી બ્રાન્ડ રજૂ કરશે. જયેશભાઈ જોરદાર પરિવારના સૌથી સંબંધિત મનોરંજન કરનાર છે.

સમાજ પર એક રમુજી વ્યંગ – મનીષ શર્મા દ્વારા નિર્મિત જયેશભાઈ જોરદારમાં અર્જુન રેડ્ડી ફેમ શાલિની પાંડે પણ છે, જેઓ રણવીરની સામે બોલિવૂડના મોટા પડદા પર ડેબ્યૂ કરે છે. આ ફિલ્મનું દિગ્દર્શન દિવ્યાંગ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું છે અને તે 13મી મે, 2022ના રોજ વિશ્વભરના સિનેમા ઘરોમા રિલીઝ થઈ રહી છે.

Share This Article