રણજીત બિલ્ડકોને એચઆઈવી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કર્યું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અગ્રણી કન્સ્ટ્રક્શન કંપની અને ગુજરાત એઇડ્સ અવેરનેસ એન્ડ પ્રિવેન્શન યુનિટ અવેરનેસ પહેલ માટે એક સાથે આવ્યા.

એચઆઈવી વિશે વધુ જાગૃતિ લાવવા અને માઈગ્રન્ટ વર્કર્સ સુધી પહોંચવાના પ્રયાસરૂપે, અગ્રણી કન્સ્ટ્રક્શન કંપની રણજીત બિલ્ડકોને બુધવારે ગાંધીનગરમાં એચઆઈવી  અવેરનેસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ગાંધીનગરમાં રણજીત બિલ્ડકોનના કાસ્ટિંગ યાર્ડ ખાતે સવારે 10:00 થી 11:00 વાગ્યામાં આ કાર્યક્રમનું આયોજન ઈન્ટરનેશનલ સોસાયટી ફોર રિસર્ચ ઓન સિવિલાઈઝેશન ડિસીઝ એન્ડ એન્વાયર્નમેન્ટના યુનિટ, ગુજરાત એઈડ્સ અવેરનેસ એન્ડ પ્રિવેન્શન યુનિટ (GAP)ના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લગભગ 250 કાર્યકરોએ ભાગ લીધો હતો.

યુએન એઇડ્સ કંટ્રોલ સોસાયટી (યુએનએઇડ્સ)ના કન્ટ્રી હેડ ડો.નંદિની કપૂર, યુએનએઇડ્સના કન્સલ્ટન્ટ ડો.શ્વેતા સિંઘ, ગુજરાત સ્ટેટ એઇડ્સ સેલના એડિશનલ ડાયરેક્ટર ડો.રાજેશ ગોપાલ, ગુજરાત એઇડ્સ કંટ્રોલ સોસાયટીના ડેપ્યુટી ડાયરેક્ટર મનુ વાઘેલા અને ગુજરાત એઇડ્સ કંટ્રોલ સોસાયટીના જોઇન્ટ ડાયરેક્ટર ડો. કેતુલે તેમની હાજરીથી આ પ્રસંગને શોભાવ્યો હતો.  ગાંધીનગર શહેરના જિલ્લા ટીબી અધિકારી ડૉ.હરીશ પટેલ, ગાંધીનગર ગ્રામ્યના જિલ્લા ટીબી અધિકારી ડૉ.દીપક પટેલ અને ગુજરાત એઇડ્સ કંટ્રોલ સોસાયટીના ટીમ લીડર અને ટેકનિકલ સપોર્ટ યુનિટ પ્રસાદ સંત પણ ઉપસ્થિત રહ્યા હતા.

“તાજેતરના વર્ષોમાં HIV અને AIDSના ફેલાવાને રોકવામાં ઘણી પ્રગતિ થઈ છે, પરંતુ હજુ પણ ઘણા લોકો યોગ્ય જાગૃતિના અભાવે HIV અને અન્ય જાતીય સંક્રમિત રોગોનો શિકાર બની રહ્યા છે. અમે આ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કાસ્ટિંગ યાર્ડ અને આસપાસના વિસ્તારોમાં કામ કરતા સેંકડો માઈગ્રન્ટ વર્કર્સ અને કર્મચારીઓમાં HIV વિશે જાગૃતિ લાવવા માટે કર્યું હતું. આ કાર્યક્રમનો હેતુ HIV/AIDS સાથે સંકળાયેલા કલંકને દૂર કરવાનો પણ હતો,” રણજીત બિલ્ડકોન લિમિટેડના ડિરેક્ટર ગૌરવ પટેલે જણાવ્યું હતું.

માઈગ્રન્ટ વર્કર્સ અને સ્ટાફને ઉચ્ચ જોખમી વર્તણૂકો વિશે જાણ કરવામાં આવી હતી જે HIV ચેપનું કારણ બને છે. તેમને વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા જેના માટે તેઓ લાયક છે.  ભારતમાં HIV દર્દીઓની સંખ્યા 23 લાખથી વધુ હોવાનો અંદાજ છે, જ્યારે ગુજરાતમાં આ સંખ્યા 1 લાખથી વધુ હોવાનો અંદાજ છે.  એક જવાબદાર કંપની તરીકે, રણજીત બિલ્ડકોન હેલ્થકેર અને અન્ય વિવિધ સામાજિક કારણોમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.

Share This Article