સાઉથ ઇન્ડીયન ફિલ્મ રંગસ્થલમ રિલીઝ પહેલા જ ખુબ ચર્ચામાં હતી. સામંથા અને રામ ચરણની એક્ટિંગને પણ ખુબ વખાણવામાં આવી હતી. ફિલ્મના ટ્રેલરે પણ રેકોર્ડ તોડ્યા હતા. ફિલ્મ જ્યારે રિલીઝ થઇ ત્યારે તેને ધમાકેદાર ઓપનિંગ મળ્યુ હતુ. બાદમાં તે આખા વિશ્વમાં ખૂબ હિટ રહી હતી.
હવે ફિલ્મ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ થઇ ગઇ છે. આ ફિલ્મ તેલુગુ ભાષાની બીજી સૌથી ફાસ્ટ ફિલ્મ છે જે ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ થઇ છે. રંગસ્થલમ એક રુરલ પિરીયડ ડ્રામા છે, જેમાં ચીટ્ટી બાબુની કહાની દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ બાહુબલી સિરીઝ પછીની સૌથી સક્સેકફૂલ ફિલ્મ રહી છે. રામ ચરણના કરીયરની સૌથી મહત્વની ફિલ્મ સાબિત થઇ છે.
રંગસ્થલમમાં રામ ચરણ સિવાય સામંથા, જગપતિ બાબુ, અનસુયા, પ્રકાશ રાજ અને આધિ જેવા સ્ટાર પણ છે. ફિલ્મની વાર્તા ચિટ્ટી બાબુની આસપાસ ફરે છે. ચિટ્ટી એક બિન્દાસ છોકરો છે, તેના ભાઇ ગામમાં પરિવર્તન જોવા માંગે છે અને અદાવતમાં તે મૃત્યુ પામે છે. આ વાત પછી ચિટ્ટી બાબુ બદલો લેવાની શપથ લે છે. ફિલ્મના અંતમાં ઘણા બધા સસપેન્સ છે. ફિલ્મમાં સામંથા લક્ષ્મીનું પાત્ર ભજવે છે અને સ્ક્રીન પર આપણે લક્ષ્મી અને ચિટ્ટી બાબુની કેમેસ્ટ્રીને ભરપૂર માણી શકીએ છીએ.
આ ફિલ્મ સિવાય મહેશ બાબુની ભરત અને નેનુએ પણ બોક્સઓફિસ પર તગડી કમાણી કરી લીધી છે. મહેશ બાબુની આ ફિલ્મને ભારતની અલગ અલગ ભાષાઓમાં ડબ કરવામાં આવશે.