રેંજ રોવર એસવી કૂપે જીનીવા ખાતે વિશ્વ સમક્ષ રજૂ થવા સજ્જ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વોરવિકશાયર, યુકેઃ લેન્ડ રોવરે દુનિયાની પ્રથમ ફૂલ સાઇઝ લક્ઝરી એસયુવી કૂપેની રજૂઆતની જડાહેરાત કરી છે. મોહક બોડી ડિઝાઇન અને  શ્રેષ્ઠ શુદ્ધ ઇન્ટરિયર લક્ષણો ધરાવતી નવી રેન્જ રોવર એસવી કૂપે રેન્જ રોવર પોર્ટફોલિયોમાં એક નાટકીય આવૃત્તિ બનશે. રેન્જ રોવર એશવી કૂપેને જીનીવા ઇન્ટરનેશનલ મોટર શો ખાતે ૬ માર્ચ, ૨૦૧૮ના રોજ રજૂ કરવામાં આવશે.

લેન્ડ રોવરના ચીફ ડિઝાઇન ઓફિસર ગેરી મેકગોવર્ને જણાવ્યું કે રેન્જ રોવર એસવી કૂપે તેના ભપકાદાર, સુંદર નિયુક્ત ઇન્ટિરીયર માટે તેના બ્રીથ ટેકિંગ બાહ્ય ઢાંચાથી અજોડ સંસ્કારિતા અને બિનસંવેદનશીલ અભિજાત્યપણા સાથેની અત્યંત આંકર્ષક ડિઝાઇન છે. આ એક વાહન છે જે ભાવુક સ્તર પર પ્રતિધ્વનિત થશે.

Share This Article