બોલીવુડ અને હોલીવુડની ફિલ્મ રિલીઝ થાય ત્યારે ક્રિટીક્સની નજર તે ફિલ્મ પર હોય છે, ત્યારબાદ તેણે કેટલુ કલેક્શન કર્યુ તેના પર પણ લોકોની નજર હોય છે. ક્યારેક બિગ બજેટ ફિલ્મ પણ ખાસ કાંઇ નથી ઉકાળી શકતી, પરંતુ નાના બજેટની ફિલ્મો કરોડો કમાય છે. બાહુબલી બાદ તેલુગુ ફિલ્મ જોવા વાળો વર્ગ પણ વધ્યો છે. ટીવીમાં પણ ફ્કત એક કે બે જ સાઉથ ઇન્ડિયન ફિલ્મ આવતી હતી પરંતુ બાહુબલી બાદ ઘણી બધી નવી ફિલ્મ ટીવી પર ટેલિકાસ્ટ થાય છે અને લોકોમાં સાઉથની ઇન્ડસ્ટ્રી વિશે સમજ આવવા લાગી છે.
16 દિવસ પહેલા રિલીઝ થયેલી રામ ચરન તેજા અને સામંતા અક્કીનેનીની ફિલ્મ રંગસ્થલમ 60 કરોડ રૂપિયામાં બની હતી, અને 16 દિવસ બાદ રંગસ્થલમે વર્લ્ડ વાઇડ 175 કરોડની કમાણી કરી લીધી છે. ક્રિટીક્સને પણ ફિલ્મ ખૂબ ગમી છે.
80ના દાયકાના એક ગામ પર બનેલી આ ફિલ્મ છે, જેમાં રામ ચરણે ચીટ્ટી બાબુનો રોલ કર્યો છે, સાથે જ ઘણા બીજા અવતાર પણ દર્શાવવામાં આવ્યા છે. સામંતા અને રામ ચરણની લવસ્ટોરીની સાથે સાથે બદલો લેવાની આગ પર ફિલ્મની વાર્તા આધારિત છે. પ્રકાશ રાજ અને જગપતિ બાબુ પણ ફિલ્મમાં છે. સાઉથના ઘણા સિતારાઓએ આ ફિલ્મની પ્રશંસા કરી છે.