રાંચી : રાંચીમાં આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણીની ત્રીજી મેચ રમાનાર છે. આને લઇને સમગ્ર રાંચીમાં જોરદાર ક્રિકેટ ફિવર છે. શરૂઆતની બંને મેચો જીતી લીધા બાદ ભારતીય ટીમ શ્રેણીમાં ૨-૦ની લીડ ધરાવે છે. આવી સ્થિતીમાં ટીમ ઇન્ડિયા આવતીકાલની મેચમાં શ્રેણી જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરનાર છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયા આવતીકાલની મેચમાં જીત મેળવી શ્રેણીને રોમાંચક બનાવવા માટેના પ્રયાસ કરશે. બંને ટીમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે. જો કે અંતિમ ઇલેવનની પસંદગી હજુ સુધી કરવામાં આવી નથી.
વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા લીડને વધારી દેવા માટે તૈયાર છે. આના માટે જોરદાર પ્રેક્ટીસ પણ કરવામાં આવી ચુકી છે. પ્રથમ મેચમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને કુલદીપે જોરદાર બેટિંગ કર્યા બાદ નવી આશા જાગાવી હતી. જા કે બીજી મેચમાં ધોની ફ્લોપ રહ્યો હતો. બીજી મેચમાં વિરાટ કોહલીએ સદી કરી હતી. જે વનડે ક્રિકેટમાં ૪૦મી સદી ફટકારી દેવામાં સફળ રહ્યો હતો. ડેનાઇટ મેચ હોવાના કારણે મેચનુ પ્રસારણ આવતીકાલે ૧.૩૦ વાગ્યાથી શરૂ કરવામાં આવનાર છે. હાલમાં ટ્વેન્ટી મેચોની શ્રેણી પ્રવાસી ઓસ્ટ્રેલિયાએ ૨-૦થી જીતી લીધા બાદ ભારતીય ટીમ ઉપર વનડે શ્રેણીમાં જોરદાર દેખાવ કરવાનું દબાણ છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે આશાવાદી છે.
હાલમાં જ ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતી હતી પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે ટ્વેન્ટી શ્રેણીમાં ભારત ઉપર જીત મેળવી લીધા બાદ પાંચ મેચોની શ્રેણી ખુબ રોમાંચક બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. સ્ટાર ખેલાડીઓ ઉપર નજર રહેશે. ફિન્ચના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પણ દેખાવ કરવા તૈયાર છે. આ ટીમમાં પણ અનેક આક્રમક ખેલાડી છે. જેમાં શોન માર્શ, ગ્લેન મેક્સેલનો સમાવેશ થાય છે. મેક્સવેલના શાનદાર દેખાવના લીધે જ ઓસ્ટ્રેલિયાએ ટ્વેન્ટી શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. બંને મેચોમાં મેક્સવેલ છવાયેલો રહ્યો હતો. ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ ઉપર પણ નજર રહેશે. વર્લ્ડકપ પહેલા ટીમ ઇન્ડિયા પાસે પાંચ વનડે મેચો બચી છે. આ સિરિઝને વર્લ્ડકપ માટે ડ્રેશરિહર્સલ તરીકે ગણવામાં આવે છે. આનાથી ટીમ ઇન્ડિયા માટે ચિત્ર સ્પષ્ટ થશે. મેચને લઇને તમામ તૈયારી કરાઇ છે. બંને ટીમી નીચે મુજબ છે.
ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), જસપ્રિત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ, શિખર ધવન, ધોની, રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, સિદ્ધાર્થ કૌલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સામી, લોકેશ રાહુલ, ઋષભ પંત, અંબાતી રાયડુ, વિજય શંકર, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા.
ઓસ્ટ્રેલિયા : ફિન્ચ (કેપ્ટન), બહેરન્ર્ડોર્ફ, એલેક્સ કેરી, કાઉન્ટર નીલ, કમિન્સ, હેન્ડ્સકોમ્બ, ઉષ્માન ખ્વાજા, નાથન લિયોન, સોન માર્શ, ગ્લેન મેક્સવેલ, રિચર્ડસન, કેન રિચર્ડસન, શોર્ટ, સ્ટેનોઈસ, ટર્નર, ઝંપા.