લગ્ન બાદ દિપિકા રણબીર કપુર સાથે દેખાશે : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  એક સમય એવો હતો જ્યારે દિપિકા અને રણબીર કપુર બોલિવુડમાં સૌથી હોટ અને કુલ કપલ તરીકે ગણાતા હતા. તેમની જોડીની ચારેબાજુ નોંધ લેવામાં આવી રહી હતી.જો કે હવે તેમની વચ્ચે પ્રેમ સંબંધોનો અંત આવી ચુક્યો છે. તેમની વચ્ચે પ્રેમ સંબંધોનો અંત આવ્યો હોવા છતાં તેમની વચ્ચે મિત્રતા અકબંધ રહી છે. બંને સાથે કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. અનેક પ્રસંગો પર બંને સાથે પણ નજરે પડી ચુક્યા છે.

બંને સારા મુડમાં કેટલીક વખત દેખાઇ ચુક્યા છે. ગયા વખતે કરણજાહરના ઘરે યોજાયેલી પાર્ટીમાં દિપિકા અને રણબીર કપુર એક સાથે નજરે પડ્યા હતા. સૌથી સારી બાબત એ છે કે આ પ્રસંગે રણવીર સિંહ અને આલિયા ભટ્ટ પણ હાજર રહ્યા હતા. કરણ જાહરના ટોક શો કોફી વિથ ધ કરણ-૬માં રણબીરની એક્સ દિપિકા અને વર્તમાન ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ બંને હાજર રહી હતી. જેથી આવુ સાંભળીને કોઇને આશ્ચર્ય નહીં થાય કે બંને સાથે કામ કરવા જઇ રહ્યા છે.

મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે દીપિકા અને રણબીર કપુર એક મોટી બ્રાન્ડમાં સાથે કામ કરનાર છે. આ જાહેરાત ખુબ જ કોમર્શિયલ છે. જાહેરાત પર સાઇન કરવામાં આવી હતી ત્યારે દિપિકાને આ અંગે માહિતી ન હતી કે જે બ્રાન્ડમાં કામ કરવા જઇ રહ્યા છે તેમાં તેની સાથે રણબીરને લેવામાં આવનાર છે. જા કે મોડેથી જ્યારે વાત કરવામાં આવી ત્યારે દિપિકા ભારે ખુશ થઇ હતી. જા આ કોમર્શિયલમાં બંને સાથે કામ કરતા દેખાશે તો લગ્ન બાદ પ્રથમ પ્રોજેક્ટ રહેનાર છે. જેમાં તે પોતાના એક્સ બોયફ્રેન્ડ રણબીર સાથે કામ કરનાર છે. સામાન્ય લોકો દિપિકા પાદુકોણ અને રણબીરની જાડીને જાવા માટે ઉત્સુક છે. બંનેની કેમિસ્ટ્રી હમેંશા જાણીતી રહી છે.રણવીર અને દિપિકા હવે ટુંક સમયમાં જ લગ્ન કરવા જઇ રહ્યા છે

Share This Article