રણબીર અને દિપિકા ફરી એકવાર સાથે નજરે પડશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : રણબીર કપુર અને દિપિકાના ચાહકો માટે સારા સમાચાર છે. કારણ કે બંને ફરી એકવાર સાથે નજરે પડનાર છે. વિશ્વસનીય સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે રણબીર કપુર અને દિપિકા એક જાહેરાત અને એક ફિલ્મમાં સાથે કામ કરનાર છે. બંને કેટલાક હિટ ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે. રિયલ લાઇફમાં બ્રેક અપ બાદ પણ બંને પ્રોફેશનલ રહ્યા છે. કારણ કે તેમની વચ્ચે રિયલ લાઇફમાં હવે બ્રેક અપની સ્થિતી છે. દિપિકાએ થોડાક સમય પહેલા જ રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધા હતા. રપણબીર કપુર અને દિપિકા બંને પ્રોફેશનલ વલણ અપનાવીને સાથે કામ કરી રહ્યા છે.

હવે આ ઓનસ્ક્રીન જોડી માટે સારા સમાચાર આવી રહ્યા છે. એક સાથે કામ કરવા જઇ રહ્યા છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો રણબીર કપુર અને દિપિકા એક બ્રાન્ડના શુટિંગમાં દેખાશે. સાથે સાથે લવ રંજનની એક ફિલ્મમાં પણ બંનેને લેવાની યોજના છે. બ્રાન્ડ સંબંધમાં થીમ શુ રહેશે તે અંગે માહિતી મળી શકી નથી. સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. લવ રંજન ટુંક સમયમાં જ એક ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. જેમાં લવ રંજન આ તેમની ફેવરીટ જોડીને લેવા ઇચ્છુક છે. એડ હોય કે ફિલ્મ હોય બંનેની ચાહકને ખુબ પસંદ પડે છે. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો રણબીર કપુર હાલમાં તેની બ્રહ્યાસ્ત્ર નામની ફિલ્મમાં કામ કરી રહ્ય છે. જેમાં તેની સાથે તેની રિયલ લાઇફની ગર્લ ફ્રેન્ડ આલિયા ભટ્ટ કામ કરી રહી છે. ફિલ્મમાં તેની સાથે મૌની રોય  પણ છે. બીજી બાજુ દિપિકા મેઘના ગુલઝારની ફિલ્મ છપાક નામની ફિલ્મમાં કામ કરી રહી છે. મેઘનાની ફિલ્મને લઇને હજુ કોઇ પ્રક્રિયા શરૂ કરાઇ નથી. પરંતુ રણબીરની ફિલ્મ પૂર્ણ થઇ છે.

Share This Article