‘બ્રહ્માસ્ત્ર’નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી આ ફિલ્મ જોવાની ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે. ખાસ કરીને રણબીર કપૂરના ચાહકો તેને મોટા પડદા પર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. છેલ્લા ચાર વર્ષથી રણબીરની એક પણ ફિલ્મ થિયેટરમાં નથી આવી. ત્યારે બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂરને જોવા માટે તેના ફેન્સ ઉત્સાહિત હોય તે સમજી શકાય છે. જોકે આ ફિલ્મ હાલ તેના સીનને લઈને વિવાદોમાં આવી છે. ફિલ્મના એક સીનમાં રણબીર કપૂર બૂટ પહેરીને મંદિરનો ઘંટ (ડંકો) વગાડતો જોવા મળે છે.
આ સીન અંગે એ લોકોએ નારાજગી વ્યક્ત કરીને ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. આ સમગ્ર વિવાદ પર ‘બ્રહ્માસ્ત્ર’ના ડાયરેક્ટર અયાન મુખર્જીની સ્પષ્ટતા સામે આવી છે. તેણે આ સીન વિશે ખુલીને વાત કરી છે અને એ પણ માહિતી આપી છે કે ‘બ્રહ્માસ્ત્ર’નું ટ્રેલર હવે ૪દ્ભમાં રિલીઝ થશે. અયાન મુખર્જીએ કહ્યું છે કે, “આપણામાંથી કેટલાક લોકોઓ બ્રહ્માસ્ત્ર ફિલ્મના ટ્રેલરમાં એક દ્રશ્યને કારણે નારાજગી વ્યક્ત કરી છે. આ સીનમાં રણબીરનું પાત્ર જૂતા (બૂટ) પહેરે છે અને ઘંટડી વગાડે છે. આ ફિલ્મના નિર્માતા (અને ભક્ત) તરીકે, હું નમ્રતાપૂર્વક તમને સમજાવવા માંગુ છું કે આવું કેમ થયું? અમારી ફિલ્મમાં રણબીર મંદિરમાં નહીં પરંતુ દુર્ગા પૂજા પંડાલમાં પ્રવેશી રહ્યો છે.
મારો પોતાનો પરિવાર ૭૫ વર્ષથી આવી જ દુર્ગા પૂજાની ઉજવણીનું આયોજન કરે છે, જેનો હું બાળપણથી જ ભાગ રહ્યો છું. મારા અનુભવ મુજબ, અમે અમારા ચંપલ ત્યાંથી જ ઉતારીએ છીએ જ્યાં દેવતા હોય અને જ્યારે તમે પંડાલમાં પ્રવેશો ત્યારે નહીં. અયાને આગળ કહ્યું, “મારા માટે અંગત રીતે તે બધા લોકો સુધી પહોંચવું મહત્વપૂર્ણ છે જેઓ આ સીનના કારણે નારાજ છે… કારણ કે બ્રહ્માસ્ત્ર ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને ઇતિહાસનું સન્માન કરે છે અને ઉજવણી કરે છે. તેથી જ મેં આ ફિલ્મ બનાવી છે, તેથી મારા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ લાગણી દરેક ભારતીય સુધી પહોંચે જે બ્રહ્માસ્ત્ર જોઈ રહ્યા છે.”