રણબીર કપૂરે કહ્યું કે, “હકીકતમાં હું સોશિયલ મીડિયા પર છું. ઓફિશિયલી નથી”

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

અપકમિંગ ફિલ્મોને જોતાં રણબીર કપૂરનો ગોલ્ડન પિરિયડ શરૂ થઈ રહ્યો હોય તેમ જણાય છે. બ્રહ્માસ્ત્રહ અને શમશેરાથી રણબીર કપૂર હવે રોમેન્ટિકના બદલે એક્શન રોલમાં જોવા મળશે. નવી ઈમેજની ફિલ્મોમાં આવી રહેલા રણબીર કપૂરે નવા ખુલાસા પણ કર્યા છે.

રણબીર કપૂરને અનેક વખત સવાલ પૂછવામાં આવે છે કે, તે સોશિયલ મીડિયા પર એક્ટિવ કેમ નથી? આખરે રણબીરે આનો જવાબ આપતાં જણાવ્યું છે કે, તે બનાવટી નામથી ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ધરાવે છે અને રેગ્યુલર ચેક પણ કરે છે. બનાવટી એકાઉન્ટના કારણે રણબીરની ઈચ્છા હોય તેને ફોલો કરે છે, પરંતુ તને ફોલો કરનારા લોકો સાવ નજીકના જ છે. રણબીરે જણાવ્યું હતું કે, પાછલા ૮ વર્ષથી લોકો પૂછી રહ્યા છે કે, તે સોશિયલ મીડિયા પર ક્યારે આવશે? હકીકતમાં હું સોશિયલ મીડિયા પર છું. ઓફિશિયલી નથી અને તેના કારણે લોકો ફોલો કરી શકતા નથી. વધુમાં રણબીરે કહ્યું હતું કે, તેની પોસ્ટમાં કોઈ ફોલોઅર્સ કે પોસ્ટ છે જ નહીં. ફેન્સ સાથે કનેક્ટ રહેવા માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ અનિવાર્ય નહીં હોવાનું રણબીર માને છે.

Share This Article