સંજુનો જાદુ છવાયો મેડમ તુસાડ્સ દિલ્હી મ્યુઝિયમ ખાતેઃ જુઓ એક ઝલક

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

સંજય દત્તના બાયોપિક સંજુ આજે સિનેમાઘરોમાં રજૂ થઇ છે, ત્યારે આ ફિલ્મને લઇને દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મ સાથે સંકળાયેલા તમામ લોકો આ ફિલ્મને લઇને ખૂબ જ અપેક્ષા ધરાવે છે.

ખાસ કરી આ ફિલ્મમાં લીડ રોલ કરી રહેલ રણબીર કપૂર આ ફિલ્મને  લઇને ખૂબ જ ગંભીર છે. રણબીરે આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરી છે. આ ફિલ્મની સફળતા તેની કારકિર્દીને ટર્નિંગ પોંઇન્ટ આપી શકે છે. ફિલ્મમાં રણબીરે સંજય દત્તના પાત્રને આત્મસાત કરેલ દેખાઇ રહ્યું છે.

Rocky Ranbir at Madame Tussauds Delhi 1 e1530268087408

ફિલ્મ રિલીઝ થઇ ગઇ છે, ત્યારે તેનો જાદુ મેડમ તુસાડ્સના દિલ્હી ખાતેના મુ્યઝિમમાં પણ જોવા મળ્યો છે. મેડમ તુસાડ્નસ દિલ્હી ખાતેના મુ્યઝિમમાં રણબીર કપૂરના સ્ટેચ્યુને રિસ્ટાઇલ કરવામાં આવ્યું છે. મ્યુઝિમ ખાતેના રણબીરના સ્ટેચ્યુને સંજય દત્તના રોકીના ગેટઅપમાં રિ-સ્ટાઇલ કરવામાં આવ્યું છે.

Share This Article