
સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘એનિમલ’એ શાનદાર કમાણી કરી હતી. રણબીર કપૂર, રશ્મિકા મંદાન્ના, તૃપ્તિ ડિમરી, બોબી દેઓલ, અનિલ કપૂર સહિત ઘણા કલાકારોએ તેમાં ભૂમિકા ભજવી છે. ‘એનિમલ’ ૨૦૨૩ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મના કલાકારોને રાતોરાત સફળતા મળી. તૃપ્તિ ડિમરી હવે ‘નેશનલ ક્રશ’ તરીકે ઓળખાય છે. ફિલ્મની અપાર સફળતા બાદ ‘એનિમલ’ની ટીમે શનિવારે મુંબઈમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં ફિલ્મ સ્ટાર્સ અને ઈન્ડસ્ટ્રીની અન્ય હસ્તીઓ સામેલ થઈ હતી. એનિમલની પાર્ટીની તસવીરો અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રણબીર કપૂરના એક વીડિયોએ નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે.. આ વીડિયો જાેયા બાદ નેટીઝન્સ રણબીરને ટ્રોલ કરી રહ્યા છે. જ્યારે રશ્મિકા સ્ટેજ પર હોય છે ત્યારે રણબીર આગળ આવે છે અને તેને મળે છે. આ મુલાકાત દરમિયાન તે રશ્મિકાને ગાલ પર કિસ કરે છે. આ પછી બોબી દેઓલ અને અનિલ કપૂર આગળ આવ્યા અને તેમને મળ્યા હતા. પાર્ટીમાં રશ્મિકા આવતાની સાથે જ ત્યાં હાજર રણબીર સૌથી પહેલા તેની પાસે પહોંચ્યો અને તેને મળ્યો. રશ્મિકા અને રણબીરના આ કિસિંગ વીડિયો પર નેટીઝન્સ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. પાર્ટીમાં રણબીરની પત્ની અને અભિનેત્રી આલિયા ભટ્ટ પણ હાજર રહી હતી. એકે લખ્યું, ‘આલિયા બધું જાેઈ રહી છે.’ બીજાએ કહ્યું કે તે આલિયાની સામે કોઈ અન્ય છોકરીને કિસ કરી રહ્યો છે. રશ્મિકા ૨૭ વર્ષની છે જ્યારે રણબીર ૪૧ વર્ષનો છે.. નેટીઝન્સ આ બંને વચ્ચે ૧૪ વર્ષના તફાવત પર કોમેન્ટ્સ કરી રહ્યા છે. રશ્મિકાએ ફિલ્મ ‘એનિમલ’માં રણબીરની ગર્લફ્રેન્ડ અને પત્નીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં બંનેના બોલ્ડ સીન્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ફિલ્મ ‘એનિમલ’એ વિશ્વભરમાં ૯૦૦ કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. જાે કે કેટલાક દર્શકોએ આ ફિલ્મના સીન અને ડાયલોગ્સ સામે વાંધો ઉઠાવ્યો છે. નેટીઝન્સે ફિલ્મની ઘણા હિંસક અને અયોગ્ય દ્રશ્યો માટે ટીકા કરી હતી. આ પાર્ટીમાં રણબીરે આ અંગે મૌન સેવ્યું હતું. “કેટલાક લોકોને ફિલ્મ એનિમલ સાથે સમસ્યાઓ હતી પરંતુ મને લાગે છે કે ફિલ્મને મળેલા પ્રેમ, સફળતા અને બોક્સ ઓફિસના આંકડા એ સાબિત કરે છે કે ફિલ્મને જે પ્રેમ મળે છે તેનાથી વધુ મહત્વનું બીજું કંઈ નથી. તેણે કહ્યું, “ફિલ્મ કરતાં વધુ મહત્વનું કંઈ નથી.”