રણબીર અને આલિયા મોડી રાત્રે ફરીવખત સાથે દેખાયા

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ : આલિયા ભટ્ટ અને રણબીર કપુર વારંવાર સાથે નજરે પડે છે. હવે આ બંને રાતના અંધારામાં ધર્મા પ્રોડક્શનની ખાર સ્થિત ઓફિસની બહાર દેખાયા હોવાના હેવાલ મળ્યા છે. બંને મોડી રાત્રે ઓફિસથી બહાર નિકળતા નજરે પડ્યા હતા. આલિયા ભટ્ટ બેજ કલરના લોન્ગ ડ્રેસમાં ખુબસુરત દેખાઇ રહી હતી. જ્યારે રણબીર કપુર ટી શર્ટ અને ટ્રાઉજરમાં દેખાઇ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા આલિયા ઉટીમાં હતી. જ્યાં તે પોતાના પિતાની ફિલ્મ સડક-૨ના શુટિંગમાં વ્યસ્ત રહી હતી. આલિયા ટુંક સમયમાં જ હવે કરણ જોહરની ફિલ્મ તખ્તમાં નજરે પડનાર છે.

જેમાં રણવીર સિંહ લીડ રોલમાં છે. આ ઉપરાંત ફિલ્મમાં વિકી કોશલ, કરીના કપુર, જાન્હવી કપુર અને ભૂમિ પેડનેકર અને અનિલ કપુર પણ મોટા રોલમાં દેખાશે. આલિયા અને રણબીર કપુરની જોડી ફિલ્મમાં પ્રથમ વખત નજરે પડનાર છે. બંનેની જોડી અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્યા†માં નજરે પડનાર છે. બંને દ્વારા ફિલ્મના મોટા ભાગના હિસ્સાનુ શુટિંગ વારાણસીમાં પૂર્ણ કર્યુ છે. ત્યાંના કેટલાક ફોટો પણ વાયરલ થઇ ચુક્યા છે. એમ કહેવામાં આવે છે કે રણબીર ફિલ્મમાં સુપરહિરોના રોલમાં નજરે પડનાર છે.

થોડાક દિવસ પહેલા બંને ન્યુયોર્કમાં નજરે પડ્યા હતા. જેના ફોટો ઇન્ટરનેટમાં દેખાયા હતા. એ વખતે રિશી કપુરને મળવા માટે પહોંચ્યા હતા. રિશી કપુર ગયા વર્ષે સપ્ટેમ્બરથી જ ન્યુયોર્કમાં છે. જ્યાં તે કેન્સરની સારવાર કરાવી રહ્યો છે. અલબત્ત હવે રિશી કપુર બિલકુલ સ્વસ્થ છે અને કોઇ પણ સમય ભારત પરત ફરી શકે છે. રણબીર અને આલિયા છેલા કેટલાક સમયથી એકબીજાના પ્રેમમાં છે. બંને લગ્ન કરે તેવી પણ શક્યતા દેખાઇ રહી છે.

Share This Article