રણબીર કપૂર બન્યો શમશીરા..!!

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બોલિવુડનો ચોકલેટી બોય રણબીર કપૂર શમશીરા બની ગયો છે. યશ રાજ ફિલ્મ્સ હવે એક પીરીયડ ડ્રામા લઇને આવી રહ્યાં છે. રણબીર કપૂર તેમાં એક ડાકૂની ભૂમિકા ભજવશે, તેના પાત્રનું નામ અને ફિલ્મનું નામ છે “શમશીરા”.

શમશીરાનો ફર્સ્ટ લૂક રિલીઝ થઇ ગયો છે, અને તેમાં રણબીરનો ચહેરો પૂરો બતાવવામાં નથી આવ્યો. તેમ છતાં ફર્સ્ટ લૂક દ્વારા તમને ગૂસબમ્પ્સ થશે, કારણકે તેની અંદર એક ડાયલોગ છે, જે રણબીર કપૂર બોલે છે. “કર્મ સે ડકેત, ધર્મ સે આઝાદ”.  આ ડાયલોગ બોલતાની સાથે જ ફિલ્મનો લોગો સ્ક્રીન પર આવી જાય છે. યશ રાજ ફિલ્મ દ્વારા આ એક નવી શરૂઆત છે. અત્યાર સુધી ચોકલેટી બોયની ઇમેજ ધરાવતો રણબીર કપૂર હવે એક ડાકૂની ભૂમિકામાં તમને જોવા મળશે.

Shamshera 1

 

ફર્સ્ટ લૂકમાં દેખાય છે કે રણબીર આગેવાન છે અને તેની પાછળ તેની આખી સેના ઉભી છે. આ ફિલ્મમાં રણબીર ગ્રે શેડમાં દેખાશે. રણબીરના હાથમાં એક કુહાડી જેવું સાધન છે. તેણે ડાકૂ પહેરે તેવા જ કપડા પહેરેલા છે અને માથા પર એક પટ્ટી બાંધેલી છે. સાથે જ તેણે પોતાની ડાઢી પણ ડાકૂઓની જેમ વધારેલી છે.

રણબીરની આ ઇમેજ અને ફિલ્મનું ટાઇટલ બંને ખૂબ જ સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યાં છે. બાહુબલી અને પદ્માવત જેવી સુપરહિટ પીરીયડ ફિલ્મ બાદ હવે બોલિવુડ શમશીરા લઇને આવી રહ્યું છે. હવે આ ફિલ્મ બોક્સઓફિસ પર શું કાઠુ કાઢે છે તે જોવું રહ્યું.

Share This Article