આલિયા સાથે લગ્ન પછી રણબીર બદલાઈ ગયો છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે આ વર્ષે એપ્રિલ મહિનામાં લગ્ન કર્યા. પાંચ વર્ષના ડેટિંગ પછી કેટલાક મહેમાનો અને નજીકના લોકો સાથે મળીને રણબીરના બાંદ્રાના ઘરે લગ્ન કરી લીધા. આલિયા હાલ હૉલીવુડમાં કામ કરવાની છે. જ્યારે પતિ રણબીર બીજા કામોમાં વ્યસ્ત છે. જ્યારે સાસુ નીતુ કપૂર પણ ફિલ્મોમાં કામ કરી રહી છે. તેવામાં રણબીર અને આલિયાના લગ્નની વાત પર નીતુ કપૂરે કેટલાક ખુલાસા કર્યા. અને જણાવ્યું કે લગ્ન પછી તેમના પુત્ર રણબીરમાં કેટલાક બદલાવ આવ્યા છે. આપને જણાવી દઈએ કે નીતુ કપૂર જલ્દી જ ફિલ્મ જુગ જુગ જીયોમાં જોવા મળશે. ફિલ્મના પ્રમોશોન દરમિયાન નીતુ કપૂરે જણાવ્યું કે રણબીરના લગ્ન પછી કેવી રીતે લાઈફ બદલાઈ ગઈ છે. ખાસ કરીને રણબીરે લગ્ન પછી કેવી રીતે ખુદને બદલ્યો છે.

નીતુ કપૂર અપકમિંગ ફિલ્મ જુગ જુગ જિયોના પ્રમોશોનમાં વ્યસ્ત છે. આ દરમિયાન એક ઈન્ટરવ્યૂમાં તેઓએ જણાવ્યું કે લગ્ન પછી લોકોની લાઈફ બદલાઈ જાય છે. નીતુએ વધુમાં જણાવ્યું કે આલિયાએ રણબીરને બદલી નાખ્યો છે. રણબીરમાં કેટલાક સુધારા જોવા મળી રહ્યાં છે. વધુ તેઓએ કહ્યું, હું આજે સૌથી વધારે ખુશ છું. આલિયાએ રણબીરને બહુ બધો પ્રેમ આપ્યો છે. મને રણબીરમાં બદલાવનો અનુભવ થાય છે. તે બંને એક સાથે સારા લાગે છે. હું ખુશ છુ અને નસીબદાર છું કારણ કે આલિયા અમારા પરિવારમાં આવી છે. લાઈફ સાચે જ બદલાઈ ગઈ છે. અને મને એનો સંતોષ છે. પેલુ ટેન્શન હોય છે ને, લગ્ન નથી થયા, લગ્ન નથી થયા, હવે લગ્ન થઈ ગયા. નીતુએ બંને અંગે વાત કરતા જણાવ્યું કે તેમના લગ્ન પ્રાઈવેટ હતા. જેમાં માત્ર ૪૦ મહેમાનોને બોલાવવામાં આવ્યા હતા. મહેમાન પરિવારના સદસ્ય હતા અથવા નજીકના મિત્રો હતા.

નીતુએ આલિયા અને રણબીરના લગ્ન અંગે જણાવ્યું કે તેમના લગ્નએ કેટલાક લોકો માટે ઉદાહરણ સેટ કર્યું છે કે લોકોએ મોટા લગ્ન કરવાની જરૂર નથી. એવા લગ્ન હોવા જોઈએ જેમા આપ ખુશ રહી શકો.

Share This Article