નવી દિલ્હી : ભારત બિઝનેસ પ્રોસેસસ આઉટસોર્સિગ (બીપીઓ) સેવા આપનારને જીએસટીથી રાહત મળી શકે છે. આ સંબંધમાં અંતિમ વિચારણા ચાલી રહી છે. ટુંક સમયમાં આની જાહેરાત કરવામાં આવી શકે છે. બીપીઓ સેક્ટરને જીએસટીમાંથી બહાર રાખવાની જાહેરાત કરવામાં આવી શકે છે. સરકારના આ નિર્ણયને લઇને માહિતી ધરાવનાર લોકોએ કહ્યુ છે કે એક દિશા નિર્દેશમાં બેંક ઓફિસર્સ સપોર્ટ સર્વિસ પ્રોવાઇડર્સ અને ઇન્ટરમિડિયરિજમાં સ્પષ્ટ અંતર કરવાની શક્યતા છે. જેને જીએસટી કાઉન્સિલની લો રિવ્યુ કમિટી અંતિમ રૂપ આપવામાં લાગેલી છે. મહારાષ્ટ્ર ઓથોરોટિ ફોર એડવાન્સ રૂલિંગના નિર્ણયથી ૧૬૭ અબજ ડોલરના આઇટી અને બીપીઓ સેક્ટરની ચિંતા વધી ગઇ છે. આ નિર્ણયથી મલ્ટીનેશનલ કંપનીની કૈપ્ટિવ યુનિટસન સાથે સાથે ભારતીય કંપનીઓને માઠી અસર થનાર છે. આ સંબંધમાં માહિતી ધરાવનાર લોકોએ કહ્યુ છે કે કેટલાક ટેકનિકલ પાસા રહેલા છે.
ચુકાદામાં કહેવામાં આવ્યુ છે કે એપ્લિકન્ટ દ્વારા જે બેંક ઓફિસ સપોર્ટ સર્વિસ ઉપલબ્ધ કરાવી છે તેને સર્વિસના એક્સપોર્ટ તરીકે ગણી શકાય નહીં. ચુકાદામાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યુ હતુ કે આકંપનીઓ ઇન્ટરમિડિયરી સર્વિસ આપી રહી છે. અત્રે નોંધનીય છે કે દેશમાંથી થનાર નિકાસ પર ટેક્સ લાગુ કરવામાં આવતો નથી. કારણ કે તેનો વપરાશ વિદેશમાં કરવામાં આવે છે. જીએસટીના પહેલા સર્વિસ ટેક્સ સિસ્ટમમાં પણ બેંક ઓફિસ સર્વિસને આ છુટછા આપવામાં આવી હતી. આગામી જીએસટીની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે. જીએસટી કાઉન્સિલની બેઠક આવતીકાલે ૨૨મી ડિસેમ્બરના દિવસે મળનાર છે. જેમાં કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી શકે છે. ઇન્ટરમિડિયરી સર્વિસ પર ૧૮ ટકા સર્વિસ ટેક્સ લાગુ પડે છે.વડાપ્રધાન મોદી દ્વારા મોટા ભાગની જીવનજરૂરી ચીજાને સસ્તી કેટેગરીમાં લાવવાની વાત કરવામાં આવ્યા બાદ આવતીકાલની બેઠક પર તમામ સામાન્ય લોકોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જીએસટીને લઇને કેટલીક વાત કરી હતી. જીએસટીને વધુ સરળ બનાવવાનો સંકેત આપ્યો હતો.
મોદીએ કહ્યું હતું કે, તેમની સરકાર એવી ખાતરી આપવા માંગે છે કે, ૯૯ ટકા ચીજા જીએસટી સ્લેબના પેટા ૧૮ ટકાની કેટેગરીમાં આવરી લેવામાં આવશે. રિપબ્લિક સમિટને સંબોધતા મોદીએ આ મુજબની વાત કરી હતી. જીએસટી વ્યવસ્થા મોટાપાયે સ્થાપિત થઇ ચુકી છે અને એવી સ્થિતિ તરફ કામ કરી રહ્યા છે જ્યાં ૯૯ ટકા ચીજા ૧૮ ટકાના જીએસટી સ્લેબમાં રહેશે. મોદીએ ઉમેર્યું હતું કે, સામાન્ય વ્યક્તિ માટે ઉપયોગ કરવામાં આવતી તમામ ચીજા ૧૮ ટકા અથવા તો તેનાથી ઓછા સ્લેબ હેઠળ આવરી લેવામાં આવશે. મોદીએ સંકેત આપ્યા બાદ હવે આવતીકાલે જીએસટી કાઉન્સિલની બેઠક મળનાર છે. જેમાં કેટલાક પાસા પર ચર્ચા કરવામાં આવનાર છે.