શ્રીમતી શ્યામા ચતુર્વેદી અને પ રમાકાંત ચતુર્વેદી ના મુખ્ય યજમાન સ્થાન અને શ્રી રાઘવ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રી રામકથા ના આજે ૬ દિવસ પૂર્ણ થયા. હજારો ની સંખ્યા માં શ્રદ્ધાળુઓ અલભ્ય ક્ષણ નો લાભ લઇ રહ્યા છે. શ્રી તુલસીપીઠાધીશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી રામભદ્રાચાર્ય જી મહારાજ ના સ્વમુખર્વિંદ મા શ્રીરામકથા શ્રવણ કરવાનો અલૌકિક આનંદ મળે તે આપણા જીવન નો અતિઉત્તમ લ્હાવો છે. ૦૨-૦૧-૨૪ ના રોજ કળશ યાત્રા બાદ શરુ થયેલ આ રામ કથા નો લાભ ૧૦-૦૧-૨૪ સુધી સ્મૃતિ મંદિર પરિસર ઘોડાસર મા પ્રાપ્ત થશે.
શ્રી રામકથા આયોજન ના સહયોગી શ્રી હિરેન ભટ્ટ જણાવે છે કે દરરોજ શ્રી રાઘવ સેવા સમિતિ ના અધ્યક્ષ પં રમાકાંત ચતુર્વેદી સદસ્યો પં ઓમપ્રકાશ દિક્ષિત, પં ઉદ્ધવ પાંડે, પં રાજનારાયણ બાજપાઈ, પં રામશંકર ત્રિવેદી, પંડિત અવધેશ ચતુર્વેદી, શ્રી કમલાકર રાજપૂત, શ્રી રામપ્રતાપ સિંઘ, પં પ્રદીપ પાંડે વિગેરે ના માર્ગદર્શન હેઠળ ૧૫૦ થી વધુ કાર્યકરો અને સ્વયંસેવક રાત દિવસ ખડે પગે ઉભા રહી ને આ સેવા કર્યા કરી રહ્યા છે . અત્યાર સુધી માં સાદર આમંત્રીત સંત ગણ માથી પરમપૂજ્ય કમલ નયન દાસ શાસ્ત્રીજી અયોધ્યા ધામ, સ્વામિનારાયણ ગાદીપતિ આચાર્ય શ્રી જિતેન્દ્રપ્રિય દાસજી સ્વામી મહારાજ, પરમપૂજ્ય અનંત શ્રી વિભૂષિત શ્રી રાજકુમારદાસજી અયોધ્યા, પરમપૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અધ્યક્ષ એસજીવીપી, પરમપૂજ્ય અનંત શ્રી વિભૂષિત મહંત શ્રી મદનમોહન દાસજી લાલસોટ , મહંત સ્વામી સેવાદાસજી મહારાજ વેદ મંદિર ઉપસ્થિત રહ્યા છે.
અતિ વિશિષ્ઠ મહેમાન ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત ઘણા બધા મહાનુભાવો એ આ કથા મા પધારી પરમ પૂજ્ય રામભદ્રાચાર્યા મહારાજ ના આશીર્વાદ મેળવી ને ધન્યતા અનુભવી છે. પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ (પૂર્વ ) સાંસદ સભ્ય હસમુખભાઈ પટેલ, મણિનગર વિધાનસભા સભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ , અમરાઈવાડી વિધાનસભા સભ્ય ડૉ હસમુખભાઈ પટેલ, બાપુનગર વિધાન સભા સભ્ય શ્રી દિનેશસિંહ ખુશવાહા, વટવા વિધાન સભા સભ્ય શ્રી બાબુસિંઘ જાદવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, ડો મફતલાલ પટેલ, ચંદ્રકાંતાબેન અમૃતલાલ મોદી, સંજયભાઈ અને કુમુદબેન મોદી સાથે રાષ્ટ્રીય ભાજપા સમર્થન મંચ ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રી રવીશ કુમારે પણ રામકથા નો લાભ લીધો.