લાંબી રાહ બાદ આખરે રણબીર કપૂરની ફિલ્મ રામાયણનો ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ગયો છે. તેની સાથે મેકર્સે ફેન્સને સરપ્રાઇઝ પણ આપ્યું છે. ફિલ્મનું પહેલુ ટીઝર રિલીઝ થયુ. જેમાં જણાવવામાં આવ્યું કે ફિલ્મનું નામ અસલમાં રામાયણમ્ છે. તેનું અંગ્રેજી નામ Ramayana છે. ટીઝરમાં તમને રણબીર કપૂરની ભગવાન રામ અને રોકિંગ સ્ટાર યશની રાવણના રૂપે પહેલી ઝલક મલશે.
ટીઝરની શરૂઆત એ આર અહેમાનના મ્યુઝિક સાથે થાય છે. પછી તમને જણાવવામાં આવે છે કે, આ કહાની એ સમયની છે, જ્યારે સમયનું કોઈ નામો નિશાન નહોતું. બ્રહ્માંડનું સંતુલન ત્રણ શક્તિઓના હાથમાં હતુ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. આ ત્રણેયના કારણે દેવતા, ઋષિ, મનુષ્ય અને રાક્ષણ શાંતિથી રહેતા હતા. પરંતુ આ સંતુલનની રાખમાંથી એક એવી તાકાતે જન્મ લીધો જે પહેલા ક્યારેય જોવા મળી નહોતી.
એક એવો રાક્ષસ જન્મ લે છે, જેની કોઈને આશા નહોતી અને તે બની જાય છે રાવણ. સૌથી ભયંકર અને અજય રાજા, જેની ગર્જનાથી આકાશ પણ ધ્રૂજી જાય છે. તેનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે, એ વિષ્ણને ખતમ કરવાનો જે હંમેશા તેની જાતિ વિરુદ્ધ રહે છે. તેને રોકવા માટે વિષ્ણુ ખુદ ધરતી પર આવે છે, પરંતુ પોતાના સૌથી નબળા રૂપમાં એક માણસ રાજકુમરાના રૂપમાં, જેનું નામ રામ છે. અહીંથી જ શરૂ થયા છે. રામ – રાવણ, માણસ અને અમર, પ્રકાશ અને અંધકારની લડાઈ જે ક્યારેય પૂરી થતી નથી. આ છે રામાયણ, એક એવી કહાની જે બ્રહ્માંડની લડાઈ, કિસ્મતની તાકાત અને ધર્મની જીતને બતાવે છે. એક એવી ગાથા જે આજે પણ કરોડો લોકોના મનમાં અને વિચારને દિશા આપે છે.
ત્યાર બાદ તમને રામાયણમ્ નું ટાઇટલ દેખાય છે. જ્યારે એમ લાગે છે કે ટીઝર પૂરુ થઈ ગયુ ત્યારે રોકિંગ સ્ટાર યશના રાવણ અવતારની ઝલક મળે છે. જે પોતાને છુપાવી રાખે છે. અને પછી આવે છે રામની ભુમિકામાં રણબીર કપૂર. ભગવાન રામના યુવા સ્વરૂપમાં તમે રણબીરની ઝલક જોઈ શકો છો. જે તીર કમાન ચલાવતા અને ઝાડ પર કૂદીને ચડતા જોવા મળે છે. ક્લોઝઅપમાં રણવીરના અડધા ચહેરાને તમે જોઈ શકો છો. તેના હાથની આંગળીમાં એક ખાસ વિંટી છે. આ ટીઝર હકીકતમાં રૂંવાડા ઊભા કરી દે છે.
નામિત મલ્હોત્રાના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ રામાયણમ્ માં રણબીર કપૂર અને યશ સિવાય સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવી માં સિતાની ભૂમિકા કરી રહી છે. એક્ટર રવિ દુબે તેમાં લક્ષ્મણની ભૂમિકા અને સની દેઓલ હનુમાનની ભુમિકા કરી રહ્યો છે. જૂની રામાયણમાં રામની ભુમિકા કરનાર અરુણ ગોવિલ દશરથની ભુમિકામાં જોવા મળશે. ડાયરેક્ટર નિતિશ તિવારીના નિર્દેશમાં બનેલી આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે તેનો પહેલો ભાગ દીવાળી 2026 અને બીજો ભાગ દિવાળી 2027માં આવશે.