વિજ્યાદશમીથી પહેલા પોતાના સંબોધનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે આજે ફરી એકવાર રામ મંદિરના નિર્માણની અપીલ કરી હતી. ભાગવતે કહ્યું હતું કે, મંદિરના મુદ્દા ઉપર ચાલી રહેલી રાજનીતિને ખતમ કરીને તરત જ રામ મંદિરનું નિર્માણ થવું જાઇએ. તેમણે કહ્યં હતું કે, જા જરૂર પડે તો સરકારે આના માટે કાનૂન બનાવવાની જરૂર છે. ૨૦૧૯ની ચૂંટણી માટે ઝડપી બની રહેલી રાજકીય ગતિવિધિઓ વચ્ચે મોહન ભાગવતે આ નિવેદન કરીને નવો મુદ્દો છેડી દીધો છે. સંઘ પ્રમુખે કહ્યું હતું કે, બાબરે રામ મંદિરને તોડી પાડ્યું હતું અને અયોધ્યામાં રામ મંદિરના પુરાવા પણ મળી ચુક્યા છે.
હવે આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે પરંતુ આ મામલો કેટલો ચાલશે તેને લઇને કહેવું મુશ્કેલ છે. આ મામલામાં રાજનીતિ આવી ગઈ છે જેથી મામલો ખેંચાઈ ગયો છે. રામ જન્મભૂમિ ઉપર વહેલી તકે મંદિર નિર્માણ થવું જાઇએ. આ પ્રકરણ ઉપર રાજનીતિ થવી જાઇએ નહીં. મોહન ભાગવતે મંદિર બનાવવાની માંગ ઉઠાવતા પરોક્ષરીતે મોદી સરકારને પણ સલાહ આપી હતી. ભાગવતે કહ્યું હતું કે, ભગવાન રામ કોઇ એક સંપ્રદાયના નથી. તે ભારતના પ્રતિક તરીકે છે. સરકારને કોઇપણ રીતે કાનૂન લાવીને મંદિરનું નિર્માણ કરવું જાઇએ. લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે તેમના દ્વારા ચુંટી કાઢવામાં આવેલી સરકાર હોવા છતાં રામ મંદિર કેમ બની રહ્યું નથી. ભાજપે કહ્યું હતું કે, ભગવાન રામ ભારતના ગૌરવ પુરુષ તરીકે છે. બાબરે આત્મસન્માનને ખતમ કરવા માટે મંદિરને તોડી પાડ્યું હતું. ભાગવતના આ નિવેદને લઇને અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે.
ભાગવતે ૨૦૧૯ની ચૂંટણી પહેલા મોદી સરકારને એવો સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે કે, રામ મંદિરનો મુદ્દો કોઇપણ રીતે ઉઠાવવો જાઇએ. રામ મંદિર નિર્માણ ભાજપ માટે હંમેશા એક મોટો મુદ્દો રહ્યો છે. ભાજપના ઘોષણાપત્રમાં અયોધ્યામાં મંદિર નિર્માણની વાત કરવામાં આવી છે. હાલમાં અયોધ્યા વિવાદ સુપ્રીમ કોર્ટમાં છે. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, આ મામલાને જમીન વિવાદ તરીકે જ ઉકેલવામાં આવશે. અયોધ્યા જમીન વિવાદ મામલાની સુનાવણી ૨૯મી ઓક્ટોબરથી શરૂ થશે. મુખ્ય પક્ષકારોના રામલલ્લા, નિરમોહી અખાડા, સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ તથા હિન્દુ મહાસભા છે. આ ઉપરાંત અન્ય કેટલીક અરજીઓ પણ કરવામાં આવી ચુકી છે જેમાં સુબ્રમણ્યમ સ્વામીની અરજી પણ છે. સ્વામીએ પૂજાના અધિકારની માંગ કરી છે. રામજન્મભૂમિ પર વહેલી તકે મંદિર નિર્માણની વાત કરીને ભાગવતે નવી ચર્ચા છેડી દીધી છે.
રામ મંદિર હિન્દુ અને મુસ્લિમ વચ્ચેનો કોઇ મામલો નથી. તે ભારતના પ્રતિક તરીકે છે. જે પણ રસ્તો યોગ્ય લાગે તે રસ્તાથી આનુ નિર્માણ કરવામાં આવે તેવી વાત ભાગવતે કરી હતી. રામ મંદિરના મામલે વાત કરતા તેમણે કહ્યુ હતુ કે કેટલાક લોકો રાજનીતિના કારમે જાણીજાઇને મંદિર મુદ્દો ઉઠાવે છે. પ્રબોધનથી મન પરિવર્તન થાય છે અને ત્યારબાદ સમાજ તેને સ્વીકારી લે છે. ધર્મના મામલામાં સંબંધિત ધર્મના ધર્માચાર્યો સાથે વાતચીત કરવી જરૂરી છે. તમામને સાથે લઇને પણ ધીમી ગતિએ ફેરફાર કરવામાં આવી શકે છે. એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ મોદી સરકાર દ્વારા તેને બદલી નાંખવામાં આવ્યા બાદ ઉભી થયેલી મડાગાંઠ મુદ્દે બાગવતે મોદી સરકારને કેટલીક સલાહ આપી હતી. તેમણે કહ્યુ હતુ કે ભારતમાં થનાર આંતરિક હિંસા ભારત જેવા દેશ માટે યોગ્ય નથી. આ તમામ મુદ્દા પર ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે. મોહન ભાગવતે કહ્યુ હતુ કે ભારતને તોડનાર શÂક્તઓને પાકિસ્તાન અને ઇટાલી જેવા દેશોમાંથી સમર્થન મળે છે. ભાગવતે એમ પણ કહ્યુ હતુ કે સમાજમાં તમામ કમીઓને દુર કરીને તેના શિકાર થયેલા સમાજના પોતાના લોકોને ગળે લગાવવાની જરૂર છે.