રામ મંદિર નિર્માણની તૈયારી હાથ ધરો : યોગીની અપીલ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગોરખપુર:  ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ હવે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણની વાત કરીને તમામને વિચારતા કરી દીધા છે. સંઘના વડા મોહન ભાગવત બાદ હવે યોગીએ કહ્યુ છે કે ભવ્ય રામ મંદિરના નિર્માણની તૈયારી શરૂ કરી દેવાની જરૂર છે. ગોરખપુરમાં એક કાર્યક્રમમાં બોલતા યોગીએ કહ્યુ હતુ કે મર્યાદા પુરૂષોતમ ભગવાન રામની લીલાઓની સાથે સાથે અમને તેમના આદર્શને પણ જીવનમાં ઉતારી દેવાની જરૂર છે.

સમાજમાં તેમના પ્રસારની પણ જરૂર છે. તેમણે કહ્યુ હતુ કે મંદિર નિર્માણ વગર આગળનો માર્ગ સરળ નથી.વિજ્યાદશમીથી પહેલા પોતાના સંબોધનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ફરી એકવાર રામ મંદિરના નિર્માણની અપીલ કરી હતી. ભાગવતે કહ્યું હતું કે, મંદિરના મુદ્દા ઉપર ચાલી રહેલી રાજનીતિને ખતમ કરીને તરત જ રામ મંદિરનું નિર્માણ થવું જાઇએ. તેમણે કહ્યં હતું કે, જા જરૂર પડે તો સરકારે આના માટે કાનૂન બનાવવાની જરૂર છે.

૨૦૧૯ની ચૂંટણી માટે ઝડપી બની રહેલી રાજકીય ગતિવિધિઓ વચ્ચે મોહન ભાગવતે આ નિવેદન કરીને નવો મુદ્દો છેડી દીધો છે. સંઘ પ્રમુખે કહ્યું હતું કે, બાબરે રામ મંદિરને તોડી પાડ્યું હતું અને અયોધ્યામાં રામ મંદિરના પુરાવા પણ મળી ચુક્યા છે. રામમંદિરના નિર્માણના મામલે ચર્ચા ફરી એકવાર જારદાર રીતે હવે છેડાઇ ગઇ છે. મુદ્દો બને તેવી પણ વકી છે.

Share This Article