લખનઉ : રામ મંદિર નિર્માણના મુદ્દે જુદી જુદી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઉત્તરપ્રદેશમાં નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએવિવાદાસ્પદ નિવેદન કરીને હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી છે. કેશવ પ્રસાદે કહ્યું છે કે આ મામલો સુપ્રિમ કોર્ટની પાસે ચર્ચા હેઠળ છે. જેથી અમે કોઈ કામ કરી શકવાની સ્થિતિમાં નથી. સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મંદિર નિર્માણને લઈને વટહુકમ લાવવાની માંગ કરી રહ્યા છીએ. કેશવ પ્રસાદે કહ્યું છે કે રામ મંદિરનો મામલો સુપ્રિમ કોર્ટમાં પેન્ડીંગ છે. જેથી આ મામલામાં કઈ પણ કામ કરી શકાય તેમ નથી પરંતુ અયોધ્યામાં રામ લલ્લાની પ્રતિમા ઉભી કરવાથી અમને કોઈ રોકી શકે તેમ નથી. અયોધ્યામાં વિકાસ કરવાથી અમને કોઈ રોકી શકે તેમ નથી. સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયાધિશ જસ્ટીસ ચેલેમેશ્વરે કહ્યું છે કે સુપ્રિમ કોર્ટમાં મામલો પેન્ડીંગ હોવા છતાં સરકાર રામ મંદિર માટે કાયદો બનાવી શકે છે.
તેમણે કહ્યું છે કે કાયદાકિય પ્રક્રિયા દ્વારા કોર્ટના ચુકાદામાં અગાઉ પણ અડચણો ઉભી કરવામાં આવી ચુકી છે. કોંગ્રેસ પાર્ટી સાથે જાડાયેલા સંગઠન ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસના એક કાર્યક્રમમાં ચેલમેશ્વરે આ મુજબની વાત કરી હતી. સંઘના નેતા ભૈયાજી જાશી પણ કહી ચુક્યા છે કે જે રામ મંદિર પર કોઈ વિકલ્પ નહીં રહેશે તો સરકારને વિચારણા કરવી જાઈએ. વટહુકમ લાવી શકાય છે. સરકાર જા વટહુકમ લાવે છે તો અમે પ્રતિક્રિયા આપીશું.
નરસિંહ રાવ સરકાર દરમ્યાન કેન્દ્ર સરકારે જે એફિડેવિટ દાખલ કરી હતી તેના ઉપર પણ કામ થવું જાઈએ તેવી રજુઆત કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે. જા સરકાર વટહુકમ લાવે છે તો આ દિશામાં પ્રગતિ થશે. ભાજપના નેતા લોકસભા ચૂંટણીને લઈને તૈયારીમાં લાગેલા છે ત્યારે અયોધ્યા મામલામાં ખૂબ સક્રિય રહેલા નેતાઓ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અયોધ્યા મામલામાં વટહુકમ લાવવા ચર્ચા છેડી રહ્યા છે. ભાજપમાં પણ આ નિર્ણયને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. ભાજપના નેતા અને રાજ્યસભામાં સાંસદ રાકેશ સિંહા કહી ચુક્યા છે કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પ્રાઈવેટ મેમ્બર બિલ લવાશે.