દહેરાદુન : રામ મંદિર નિર્માણ પર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું છે કે સંતોએ મંદિર બનાવવાની કાર્ય યોજના અંગે વાત કરી છે. અમે સંતોની સાથે છીએ. છેલ્લા કેટલાક દિવસથી સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને તમામ હિન્દુ સંગઠનોએ સતત સરકાર ઉપર દબાણ વધારી દીધું છે. સરકાર વહેલીતકે આ મામલામાં વટહુકમ લાવીને મંદિર નિર્માણનો માર્ગ મોકળે કરે તેવી માંગ ઉઠી રહી છે. આજે અયોધ્યામાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકારને અલ્ટીમેટમ આપીને મંદિર નિર્માણની તારીખ બતાવવા કહ્યું હતું. મંદિર નિર્માણના મુદ્દે હવે હિન્દુ શાંતિથી બસશે નહીં તેવી વાત પણ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કેન્દ્ર વટહુકમ લાવશે તો તેમની પાર્ટી પણ સાથ આપશે. મોહન ભાગવતે પણ કાનૂનનું સમર્થન કરતા કહ્યું હતું કે રામ મંદિર નિર્માણ પર સરકારે કાનૂન બનાવવાની જરૂર છે.
હરિદ્વારમાં બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણની સાથે તેઓએ પતંજલિના નવનિર્મિત આવાસ શિક્ષણ સંસ્થાન પતંજલી ગુરૂકુલના ભવનનું લોકાર્પણ કર્યું હતું. હવનમાં પણ જાડાયા હતા. ગુરૂકુલમાં વૈદિક અને ઋષિ પરંપરાને આગળ વધારવામાં આવશે. મોહન ભાગવતે રામ મંદિર નિર્માણને લઈને સંઘનું વલણ સ્પષ્ટ કર્યું હતું. રામ મંદિર બનવાની જરૂર છે. સંતો જે પણ નક્કી કરશે સંઘન તેમની સાથે છે. તેઓએ પતંજલિના રાષ્ટ્ર નિર્માણના રોલની પણ વાત કરી હતી. બાબા રામદેવે પણ આજે હરિદ્વારમાં કહ્યું હતું કે લોકો હવે ધીરજ ગુમાવી રહ્યા છે. સરકારે વહેલીતકે કાનૂન લાવીને મંદિરનું નિર્માણ કરવું જાઈએ. જા આવું નહીં થાય તો લોકો પોતાના દમ ઉપર મંદિર બનાવા લાગી જશે અને માહોલ ખરાબ થશે.