દેશના જાણીતા વકીલ રામ જેઠમલાણીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની આગેવાની હેઠળ ત્રીજો મોરચો રચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાંકી કાઢવાનું સૂચન કર્યું છે.
જેઠમલાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ભાજપે જર્મની અને અન્ય દેશોમાં છૂપાયેલા કાળા નાણાં ભારતમાં લાવવા મુદ્દે જાણી જોઈને પ્રયાસ કર્યો નથી. બંનેએ લોકોને છેતરવાનું કામ કર્યું છે. તેથી ત્રીજા મોરચા માટે પ્રામાણિક નેતાની જરૂરિયાત છે.
પોતે મમતા બેનરજીની આગેવાની હેઠળ ત્રીજો મોરચો બને અને આગામી ચૂંટણીમાં મોદીને હરાવે તેમ ઇચ્છે છે. મમતા બેનરજીમાં વડાપ્રધાન બનવાની ક્ષમતા છે. તેમ એક વખતના મોદીના પ્રશંસક એવા જેઠમલાણીએ જણાવ્યું હતું.