લોકસભાની ચૂંટણી દરમિયાન તમામ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકોએ રાજકીય રીતે દેશમાં સૌથી ઉપયોગી રાજ્ય ઉત્તરપ્રદેશમાં તમામ તાકાત લગાવી દીધી હતી. યુપીમાં જીતની ખાતરી કરવા ખુબ ચક્કર લાગ્યા હતા. નેતાઓની આ મહેનતની કેટલી અસર તેમની પાર્ટી પર થઇ છે તે અંગે તો ૨૩મી મેના દિવસે જ માહિતી મળી શકે છે.
જો કે પ્રચારમાં ભારતીય જનતા પાર્ટીએ એડીચોટીની તાકાત લગાવી દીધી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશના નેતાઓની વાત કરવામાં આવે તો પ્રજાની વચ્ચે સૌથી વધારે યોગી આદિત્યનાથ રહ્યા હતા. યોગીએ સૌથી વધારે ૧૩૭ રેલીઓ કરી હતી. યોગીએ ભાજપની ધારને મજબુત કરવાના તમામ પ્રયાસો કર્યા હતા. જા કે સૌથી ઓછી રેલી આ વખતે બહુજન સમાજ પક્ષના માયાવતીએ કરી હતી. માયાવતીએ માત્ર ૨૫ રેલી કરી હતી. આમાં પણ ૨૦ રેલીઓ તો એ હતી જેમાં અખિલેશ યાદવ પણ પોતે હાજર રહ્યા હતા. બીજી બાજુ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ દ્વારા પણ ૬૮ રેલી કરવામાં આવી હતી. સાથે સાથે રોડ શો કરવામાં આવ્યા હતા.
મોદીએ યુપીમાં ૨૯ અને અમિત શાહે ૨૮ રેલી કરી હતી. મોદીએ સમગ્ર દેશમાં ચાર રોડ શો કર્યા હતા. જેમાં યુપીમાં રોડ શો પણ સામેલ છે. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન પણ પાછળ રહ્યા હતા. કૈશવ પ્રસાદ મૌર્યે ૧૧૦ રેલી કરી હતી. સાથે સાથે ૨૫ રેલી રાજ્યની બહાર પણ કરી હતી. જેમાં રાજસ્થાન, આસામ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને બિહારનો સમાવશ થાય છે. દિનેશ શર્માએ પણ યુપીમાં ૬૪ રેલી કરી હતી. બીજા રાજ્યોમાં ૧૯ રેલી કરવામાં આવી હતી. કેન્દ્રિય પ્રધાન રાજનાથ સિંહ, નિતિન ગડકરી અને શિવરાજ સિંહ ચોહાણ પણ ડઝન જેટલી રેલીમાં પહોંચ્યા હતા. ઉત્તરપ્રદેશમાં માયાવતી કરતા વધારે દોડ અખિલેશ યાદવે લગાવી હતી. અખિલેશ યાદવે ૬૮ રેલી ઉપરાંત રોડ શો કર્યા હતા. બુન્દેલખંડ, અવધ સહિતના વિસ્તારમાં તેમના કાર્યક્રમ થયા હતા. માયાવતીએ ઉત્તરપ્રદેશ ઉપરાંત હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં રેલી કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ સામાન્ય રીતે તાકાત તો લગાવી હતી. જો કે તેમના કાર્યક્રમમાં શક્તિ દેખાઇ ન હતી. રાહુલ ગાંધીની દેશમાં વ્યસ્ત કાર્યક્રમને ધ્યાનમાં લઇને પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાને ઉત્તરપ્રદેશમાં જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે તેમની અસર દેખાઇ રહી નથી. ૫૫ લોકસભા ક્ષેત્રમાં પ્રિયંકા વાઢેરાએ પહોંચીને ૪૦તી વધારે રેલી કરી હતી. સાથે સાથે કેટલાક રોડ શો પણ કર્યા હતા. સમગ્ર દેશમાં પ્રચાર વેળા પૂર્ણ તાકાત લગાવનાર રાહુલ ગાંધીએ યુપીમાં બે ડઝન જેટલી રેલી કરી હતી. ૨૦ જેટલા રોડ શો કર્યા હતા.
કોંગ્રેસ તરફથી સૌથી કંગાળ દેખાવ જ્યોતિરાનો રહ્યો હતો. તેમની પ્રમાણમાં ઓછી સક્રિયતા દેખાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૨ સીટો ઉપર સાત તબક્કામાં મતદાનની જાહેરાત કરી હતી જે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થયુ હતુ અને ૨૯મી એપ્રિલના દિવસે ચોથા ચોથા તબક્કામાં મતદાન થયુ હતુ. છટ્ઠી મેના દિવસે પાચંમા તબક્કામાં મતદાન થયુ હતુ. જ્યારે છઠ્ઠા તબક્કામાં ૧૨મીના દિવસે મતદાન થયુ હતુ. અતિમ તબક્કામાં રવિવારના દિવસે મતદાન થયુ હતુ. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયુ હતુ. બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી ૧૧૬ સીટ પર મતદાન થયુ હતુ છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન પૂર્ણ થયું હતુ.