રક્ષા બંધન પર્વની દેશભરમાં ૧૫મી ઓગષ્ટના દિવસે ઉજવણી કરનાર છે. આ દિવસનુ ખાસ મહત્વ રહેલુ છે. ભાઇ અને બહેનના આ પવિત્ર દિવસની વર્ષ દરમિયાન ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવે છે. ભાઇ અને બહેનો આની તૈયારીમાં લાગી ગયા છે. ૧૫મી ઓગષ્ટના દિવસે સ્વતંત્રતા દિવસની સાથે સાથે રક્ષા બંધન પર્વની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આને લઇને તમામ તૈયારી દરેક પરિવારમાં કરી લેવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાઇ બહેનના આ પવિત્ર તહેવાર પર ફરી એકવાર બાળપણની યાદો તાજી થઇ જાય છે. રાખડીના બહાને ફરીથી બાળપણ જીવી લેવાની સુવર્ણ તક આવી જાય છે. રક્ષા બંધન દર વર્ષે પોતાની સાથે અનેક પ્રકારની ખુશીની સાથે સાથે પોતાની સાથે બાળપણની યાદ લઇને આવે છે.
એ નોકઝોંક અને ખેંચતાણ તેમજ મીઠિ બોલાચાલીની યાદ અપાવે છે જે માત્ર એક ચોકલેટ માટે થતી હતી. અથવા તો એક કોઇ નાનકડી ચીજ મેળવી લેવા માટે જે રીતે નોંકઝોક થતી હતી તેની યાદી આજે ફરી તાજી થઇ રહી છે. અથવા તો એ કિસ્સા યાદ આવે છે જ્યારે બહેનન પોકેટ મનીના નાણાં ચુપચાપ કાઢી લેવામાં આવતા હતા. જીવનની આ ભાગદોડની વચ્ચે આ તમામ યાદો ધુંધળી થઇ જાય છે તેના પર ધુળ જામી જાય છે પરંતુ રક્ષા બંધનના દિવસો આ યાદો પરથી ધુળ પોતાની રીતે દુર થઇ જાય છે અને પોતાની યાદો તાજી થઇ જાય છે. આ બહાનાથી ફરી એકવાર બાળપણ જીવી લેવાનો સમય આવી જાય છે.
ભાગદોડ વચ્ચે રક્ષા બંધનના દિવસે આ અનોખા સંબંધના ઇન્દ્રધનુષી શ્રાવણમાં ફરી એકવાર પળડી જઇએ છીએ. આશરે બે દશક પહેલા સુધી રક્ષા બંધનને લઇને ઉત્સાહ કઇક અલગ રહેતો હતો. મહિના ભર પહેલાથી જ ભાઇ બહેન પોતાની તૈયારીમાં લાગેલા રહેતા હતા. સ્કુલોમાં પમ રાખડી બનાવવા માટેની તાલીમ આપવામાં આવતી હતી. રાખડી અનેકને બાંધવામાં આવતી હતી. જેમાં મામા, કાકા, પડોશ અને બનાવેલા ભાઇને રાખડી બાંધવામાં આવતી હતી. એટલુ જ નહીં સ્કુલોમાં ઉત્સાહની ઉજવણી કરવામાં આવતી હતી. ક્લાસ સુધી ભાઇ સામેલ રહેતા હતા. ભાઇ બહેનના પ્રેમને કોઇ પણ કિમતે અથવા તો શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. બીજી બાજુ ભાઇ પણ મહિના પહેલાથી જ પોતાના પોકેટ મનીમાંથી પૈસા બચાવવા માટેની શરૂઆત કરતા હતા. ભાઇ લગ્ન થઇ ગયેલી બહેનોની રાબડીની ઉત્સુકતાપૂર્વક રાહ જોતા હતા.
બહેનની રાખડી આવી પહોંચતા તેનો ઉત્સાહ પણ અનેરો રહેતો હતો. ટપાલ મારફતે બહેનને પ્રેમથી ભેંટ મોકલી દેવામાં આવતી હતી. મમ્મી પપ્પા જે પૈસા ભેટ રૂપે આપતા હતા તે પૈસા અને તેમાં પોતાની તરફથી ઉમેરી દેવામાં આવેલા પૈસાથી બહેન માટે કોઇ ખાસ ભેંટ ખરીદી લેવામાં આવતી હતી. બહેનની પસંદગીની ચીજા લાવવામાં આવતી હતી. ત્યારબાદ મિઠાઇ ખવડાવવાથી લઇને ભેંટ સોગાદો માટે જે નોંકઝોક થતી હતી તેના કારણે પરિવારમાં એક પ્રકારની લાગણી મજબુત બની જતી હતી. ભાઇ બહેન એજ છે તેમની સંવેદના પણ એ જ રહેલી છે પરંતુ રક્ષા બંધનના તહેવારમાં પહેલા જેવી મિઠાસ કદાચ જોવા મળતી નથી. ચોક્કસપણે કેટલીક વખત અંતરની મજબુરી હોય છે. ભાઇ બહેન એજ છે તેમની સંવેદના પણ એ જ રહેલી છે પરંતુ રક્ષા બંધનના તહેવારમાં પહેલા જેવી મિઠાસ કદાચ જોવા મળતી નથી. ચોક્કસપણે કેટલીક વખત અંતરની મજબુરી હોય છે. તો કેટલીક વખત ટાઇની ફેમિલી અથવા તો એકલ પરિવારના કારણે આધુનિક સમયમાં રક્ષા બંધનની ઉજવણીનો રંગ હળવો અથવા તો ફિક્કો રહી જાય છે. જ્યારે કેટલાક લોકો એટલા વ્યસ્ત બની ગયા છે કે તેમની પાસે તહેવારને સારી રીતે મનાવવા માટે સમય પણ રહ્યો નથી. જરૂર એ છે કે અમે ફરી એકવાર મનના દરવાજાને ખોલીને બાળપણની જેમ ભાઇ બહેનને જારથી બુમ પાડીએ. જીવની ભાગદોડમાં અમે અને અમારા સંબંધ ક્યા ગુમ થઇ રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે રક્ષા બંધનના અર્થ પણ હવે તો ભુલાઇ રહ્યા છે.
વિદેશમાં રહેતી બહેનો તો કેટલાક વર્ષમાં એક વખત આવે છે. કેટલીક બહેનોને જે બહાર રહેવા લાગી ગઇ છે તેમને એવુ લાગે છે કે ભાઇના હાથમાં રાખડી બાંધ્યાને જમાના નિકળી ગયા છે. કેટલાક લોકો રક્ષા બંધનની તાજ તાજી કરતા કહે છે કે જ્યારે પોતાના બાળકને સ્કુલમાં રક્ષા બંધન પર સ્પીચ તૈયાર કરીને આપે છે ત્યારે આંખે ભીની થઇ જાય છે. બાળપણમાં બહેનની સાથે ગાળેલા સમયની યાદ તાજી થઇ જાય છે. એ દિવસો યાદ આવી જાય છે જ્યારે પાચ છ ભાઇ બહેનો એ સાથે એક ઘરમાં ભેગા થઇ જતા હતા. સાથે સાથે બહેનો એવી ચેતવણી આપતી પણ ભુલતી ન હતી કે આ વખતે પણ કોલેજના દિવસોની જેમ જ પસંદગીની હોટેલમાં ભોજન માટે લઇ જવુ પડશે. રક્ષા બંધનના આ પવિત્ર તહેવારમાં આ તમામ ખુશી રહેલી છે.