રક્ષાબંધન સ્પેશિયલ : ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશન દ્વારા એનજીઓના બાળકો સાથે અનોખી ઉજવણી

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદના ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખો સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત રક્ષાબંધન નિમિત્તે સાબરમતી જેલ સ્કૂલ – એનજીઓના બાળકો માટે ૯ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ બપોરે ૪.૦૦ થી ૬.૦૦ કલાકે અમદાવાદના એલિસબ્રીજ ખાતે આવેલી પતંગ હોટલમાં એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

હંમેશા સમાજ માટે ઉપયોગી અને પ્રેરણાદાઈ કામો કરનાર’ ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખી સામજિક પહેલ કરવામાં આવી છે. આ પહેલમાં હવે તેમના ગ્રાંડસન રાજવીર ઠક્કર અને આગસ્ત્ય ઠક્કર પણ જોડાયા છે. શ્રી રાજવી ઠાકર અને આગસ્ત્ય ઠક્કર દ્વારા એનજીઓના બાળકો માટે રક્ષાબંધન સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન દરમિયાન બાળકોને વિવિધ ગેમ રમાડવામાં આવશે ગિફ્ટ આપવામાં આવશે સાથે પતંગ હોટલના ફૂડનો સ્વાદ પણ મળવા મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે,પતંગ હોટેલ દ્વારા એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેકટ અંતર્ગત તેઓ દર અઠવાડિયે એક એનજીઓની મદદથી અંદાજીત એવા ૫૦ બાળકોને પતંગ હોટેલમાં લાવી રહ્યા છે, જે ઊંચાઈએ થી અમદાવાદનો નજારો સાથો-સાથ હોટેલની મુલાકાત અને ભોજનના આસ્વાદ પણ માણી શકે.

આમ, અમદાવાદની આન, બાન અને શાન ગણાતી એવી હોટલ પતંગમાં આ અઠવાડિયે સાબરમતી જેલ સ્કૂલ – એનજીઓના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરીને તેમના જીવનમાં ઉત્સાહનો ઉમંગ ભર્યો છે.

Share This Article