પહેલા બસ અકસ્માત અને હવે વધુ એક કલાકારનું મોત, કાંતારા 2 ફિલ્મ યુનિટની માઠી બેઠી

Rudra
By Rudra 1 Min Read

ફિલ્મમેકર ઋષભ શેટ્ટી માટે વધુ એક મોટા આંચકા સ્વરૂપ દુખણાં સમાચાર આવ્યા છે, ફિલ્મ ‘કાંતારા 2‘નું શૂટિંગ શરુ થયું ત્યારથી આ ફિલ્મનાં યુનિટને એક પછી એક ટ્રેજેડીનો અનુભવ થઈ રહ્યો છે. અગાઉ શૂટિંગની ટીમને બસ અકસ્માત, બાદમાં હજુ થોડા દિવસો પહેલાં એક કલાકારનું ડૂબી જતાં મોત અને હવે એક કલાકારનું 34 વર્ષની વયે જ હાર્ટ એટેકથી મોત થતાં ફિલ્મની ટીમ આઘાતમાં સરી પડી છે.

ફિલ્મના એક કલાકાર રાકેશ પુજારીને હાર્ટ એટેક આવતાં તેનું મોત નીપજ્યું હતું. તેણે થોડા સમય પહેલાં જ ‘કાંતારા ટુ‘નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. તે તેના એકમિત્રના લગ્નના મહેંદી ફંકશનમાં ગયો હતો જ્યાં તેની તબિયત બગડી હતી તેને હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને તત્કાળ તેનુ મોત નીપજ્યું હતું. રાકેશના મોત બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં યુવા વયે જ હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓની ચર્ચા પણ ફરી શરુ થઈ છે.

આ પહેલા પણ ફિલ્મ ‘કાંતારા ટૂ‘ની ટીમને શૂટિંગ માટે અવરજવર કરતી વખતે બસ અકસ્માત નડયો હતો. તેમાં અનેક કલાકાર કસબીને ઈજા થઈ હતી.
આ પછી હાલમાં જ આ ફિલ્મનો એક કલાકાર કપિલ નદીમાં નહાવા જતાં ડૂબીને મૃત્યુ પામ્યો હતો. હવે ફરી કાંતારાની ટીમ પર કાળનો ઓછાયો છવાયો છે.

Share This Article