રાજસ્થાન માધ્યમિક બોર્ડમાં ચિત્તોડગઢની રાણી પદ્મિનીને લગતા એક કિસ્સામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સુલતાન અલ્લાઉદીન ખિલજી રાણીને અરીસામાં જોવે છે. આ જ કિસ્સાને પુસ્તકમાં પણ બદલી નાંખવામાં આવ્યો છે.
જૂના પુસ્તકમાં એવુ લખવામાં આવ્યુ હતુ કે 8 વર્ષ સુધી ડેરો નાંખીને બેઠેલા સુલતાન અલ્લાઉદીન ખિલજી સામે જ્યારે રાવલ રતન સિંહે નમતુ ના જોખ્યુ ત્યારે સુલતાને દોસ્તીનો હાથ લંબાવ્યો હતો. મળીને સુલતાને રાણીને જોવાની માંગણી કરી હતી અને રાજાએ તેને માન્ય રાખીને અરીસામાં રાણીનો ચહેરો બતાવ્યો હતો. રાણીનો ચહેરો જોઇને રતન સિંહને કેદ કરી લીધા અને રાણીને કહ્યુ કે તે દિલ્હી આવશે ત્યારે જ તે રાજાને છોડશે.
નવા પુસ્તક પ્રમાણે આખી વાર્તાને મલિક મોહમ્મદ જાયસીના વિવરણ માનવામાં આવ્યુ છે. નવા સિલેબસ પ્રમાણે રાણીનો ચહેરો બતાવવામાં નથી આવતો અને આખુ રાજસ્થાન તેનો વિરોધ કરે છે.
જાન્યુઆરી 2018માં રિલીઝ થયેલી સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતનો પણ ખૂબ વિરોધ થયો હતો. તે ફિલ્મમાંથી પણ રાણીનો ચહેરો બતાવવામાં આવે છે તે સીનને કાઢી લેવામાં આવ્યો હતો. ફિલ્મમાં રાણીને લઇને ઘણા પાસા પણ બદલવામાં આવ્યા હતા.