જયપુર : રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપમાં જોરદાર બળવાની સ્થિતી પ્રવર્તી રહી છે. રાજસ્થાનમાં સાતમી ડિસેમ્બરના દિવસે યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે ૧૩૧ ઉેદવારોની યાદી પાર્ટીએ જારી કરી દીધા બાદ પાર્ટીના કેટલાક ધારાસભ્યો ભારે નારાજ દેખાઇ રહ્યા છે. આ યાદી જાહેર કરવામાં આવ્યા બાદ તેમાં કેટલાક મોટા માથાના નામ સામેલ કરવામાં આવ્યા નથી. યાદી જાહેર કરાયાના એક દિવસ બાદ જ પાર્ટીમાંથી પાંચ વખતના ધારાસભ્ય રહી ચુકેલા અને વસુન્ધરા સરકારમાં પ્રધાન સુરેન્દ્ર ગોયલે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. એટલુ જ નહીં તેમના રાજીનામાની સાથે જ ૨૧ અન્ય ધારાસભ્યો પણ પાર્ટી છોડવા માટેની ધમકી આપી ચુક્યા છે.
રાજ્યમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ ન મળતા નારાજ ગોયલે માત્ર બે લાઇનમાં પત્ર લખીને રાજીનામુ આપી દીધુ છે. ગોયલ વસુન્ધરા રાજે સરકારમાં ખુબ વિશ્વાસુ તરીકે રહ્યા છે. રાજે સાથે પણ તેમના સારા સંબંધ રહ્યા છે. રાજેના નજીકી લોકો પૈકી એક તરીકે તેમને ગણવામાં આવી રહ્યા હતા. ગોયલ હવે ૧૭મી નવેમ્બરના દિવસે અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરી શકે છે. સુરેન્દ્ર ગોયલ બાદ હવે કેબિનેટ પ્રધાન કાલીચરણ સરાફા, રાજપાલ સિંહ શેખાવત અને યુનિસ ખાન પણ આગામી યાદી આવે તેની રાહ જાઇ રહ્યા છે.
જા આગામી યાદીમાં તેમનુ નામ સામેલ કરવામાં નહીં આવે તો આ ત્રણેય પણ પાર્ટી સાથે છેડો ફાડી શકે છે. રાજપાલ શેખાવતે તો ગઇકાલે જ રાજેના આવાસ પર વાતચીત કરી હતી. તેમને ઝોટવાડા સીટના બદલે સાંગાનેર સીટ આપવા માટે કહેવામાં આવ્યુ છે. સુરેન્દ્ર ગોયલે ભાજપના પ્રદેશ અધ્યક્ષને રાજીનામુ મોકલી દીધુ છે. ગોયલના રાજીનામા બાદ ખેંચતાણ વધી ગઇ છે. ટિકિટ ફાળવણીને લઇને ખેંચતાણ છે.