અમદાવાદ: પર્યાવરણ અને આરોગ્યની દ્રષ્ટિએ ખતરારૂપ મનાતા પ્લાસ્ટિક કપ, ગ્લાસ સહિતની પ્રોડક્ટસના બદલે હવે નજીકના ભવિષ્યમાં બાયોડિગ્રેડેબલ અને પર્યાવરણ ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટસ સ્થાન લેશે. દેશની જાણીતી ફુડ પેકેજીંગ અને પ્લાસ્ટિક શીટ્સ સહિતની અનેકવિધ પ્રોડક્ટસ ઉત્પાદિત કરતી રાજશ્રી પોલીપેક લિ. આ પ્રકારની બાયોડિગ્રેડેબલ પ્રોડકટ્સ ઉત્પાદન કરનારી દેશની સર્વપ્રથમ કંપની બની છે. બાયોડિગ્રેડેબલ પ્રોડકટ્સનું ટેસ્ટીંગ હાલ સીપેટ સમક્ષ મંજૂરી અર્થે પેન્ડીંગ છે તેમ જ તેની પર્યાવરણીય મંજૂરીનો તબક્કો બાકી છે, જે પૂર્ણ થયેથી ત્રણેક મહિના બાદ આ બાયોડિગ્રેડેબલ અને પર્યાવરણ ઇકો ફ્રેન્ડલી પ્રોડકટ્સ માર્કેટમાં જાવા મળશે. આ સાથે જ થાણેની રાજશ્રી પોલીપેક લિમિટેડ તેના આઇપીઓ સાથે માર્કેટમાં પ્રવેશી રહી છે, તેનો આઇપીઓ તા.૧૦ સપ્ટેમ્બર, ૨૦૧૮નાં રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. જે તા.તા.૧૨ સપ્ટેમ્બર,૨૦૧૮ના રોજ બંધ થશે એમ અત્રે રાજશ્રી પોલીપેકના ચેરમેન અને એમડી રામસ્વરૂપ થર્ડ અને નોમીની ડિરેકટર પ્રવીણ ભાટિયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજશ્રી પોલીપેક લિ.ના આઇપીઓની ઓફરમાં નવા ૨૯,૬૦,૦૦૦ ઇક્વિટી શેર સામેલ છે, જે દરેકની ફેસ વેલ્યુ રૂ. ૧૦ છે. ઇશ્યૂની પ્રાઇઝ બેન્ડ રૂ. ૧૧૯થી રૂ. ૧૨૧ છે, જેથી ઇશ્યૂનું કુલ કદ રૂ. ૩,૫૨૨.૪૦ લાખથી રૂ. ૩,૫૮૧.૬૦ લાખ થાય છે.
ઇક્વિટી શેરનું લિસ્ટિંગ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડનાં ઇમર્જ પ્લેટફોર્મ પર થશે. ઇશ્યૂનાં બુક રનિંગ લીડ મેનેજર પીએલ કેપિટલ માર્કેટ્સ પ્રાઇવેટ લિમિટેડ છે. આઇપીઓ બંધ થવાની વહેલામાં વહેલી તા.૧૨ સપ્ટેમ્બર, ૨૦૧૮ હશે. રાજશ્રી પોલીપેકના ચેરમેન અને એમડી રામસ્વરૂપ થર્ડ અને નોમીની ડિરેકટર પ્રવીણ ભાટિયાએ ઉમેર્યું કે, ૧૦.૩૭નાં પ્રાઇઝ ટૂ અ‹નગ (પીઇ) રેશિયો (તા.૩૧ માર્ચ, ૨૦૧૮નાં રોજ પ્રાઇઝ બેન્ડની કેપ પ્રાઇઝ અને ઇપીએસ પર આધારિત) પર ઓફર થયેલા શેરની બિડ લઘુતમ ૧,૦૦૦ ઇક્વિટી શેર માટે અને પછી ૧,૦૦૦ ઇક્વિટી શેરનાં ગુણાંકમાં કરી શકાશે.
આઇપીઓનો ૪૯.૯૬ ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (ક્યુઆઇબી) માટે અને મહત્તમ ૧૫ ટકા હિસ્સો બિનસંસ્થાગત રોકાણકારો (એનઆઇઆઇ) માટે તથા મહત્તમ ૩૫ ટકા હિસ્સો રિટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ (આરઆઇઆઇ) માટે અનામત રાખવામાં આવ્યો છે. વાર્ષિક ૧૦,૦૦૦ મિલિયન ટનની ક્ષમતા અને ૧૦૦થી વધારે ઉત્પાદનો કરવાની ક્ષમતા ધરાવતી ત્રણ ફેક્ટરી દમણમાં સ્થાપિત કર્યા પછી રાજશ્રી પોલીપેકે દમણમાં ૪થી ફેક્ટરી સ્થાપિત કરવા ધિરાણનાં ઉદ્દેશ સાથે એનો આઇપીઓ લોંચ કર્યો છે. તેમણે ઉમેર્યું કે, આગામી ૨૦૨૦ સુધીમાં ઇÂન્ડયન પેકેજીંગ ઇન્ડસ્ટ્રીઝ ૧૮ ટકાના દરે વૃÂધ્ધ પામશે ત્યારે રાજશ્રી પોલીપેકે પણ તેનું વળતર વધારવા કાર્યકારી કાર્યદક્ષતા પર ધ્યાન કેન્દ્રિત કરવું, મુખ્ય ગ્રાહકો સાથે સહ-વિકાસમાં ઉત્પાદનોને વિકસાવવા, ઊંચું માર્જિન ધરાવતા ઉત્પાદનો અને સામગ્રી પર ધ્યાન કેન્દ્રિત કરવું તેમજ અમેરિકા અને બ્રિટનમાં ગ્રાહકોની સંખ્યા વધારવી તથા મધ્ય પૂર્વમાં કામગીરી વધારવી સહિતની વ્યૂહરચના તૈયાર કરી છે.
ફુડ પેકેજીંગ, મટીરીયલ્સ પેકેજીંગ અને પ્લાસ્ટિક શીટ્સ સહિતની અનેક પ્રોડક્ટસ બનાવતી રાજશ્રી પોલીપેક કંપનીએ છેલ્લાં ચાર વર્ષમાં તેની આવકમાં ૧૯.૯૭ ટકાનાં સીએજીઆરની વૃદ્ધિ કરી છે અને ચોખ્ખા નફામાં ૧૩૪.૬૬ ટકાનાં સીએજીઆરની વૃદ્ધિ નોંધાવી છે. કંપનીએ આવક અને મિશ્ર ઉત્પાદનોમાં સાતત્યપૂર્ણ વૃદ્ધિ નોંધાવી છે. નાણાકીય વર્ષ ૨૦૧૮, ૨૦૧૭, ૨૦૧૬ અને ૨૦૧૫માં કામગીરીમાં આવક અનુક્રમે રૂ. ૧૧,૧૯૭.૬૯ લાખ, રૂ. ૯,૫૩૩.૩૬ લાખ, રૂ. ૯,૫૧૭.૭૭ લાખ અને રૂ. ૬,૪૮૪.૩૭ લાખ હતી, જે છેલ્લાં ચાર વર્ષમાં ૧૯.૯૭ ટકાનાં સીએજીઆર દર્શાવે છે. નાણાકીય વર્ષ ૨૦૧૮, ૨૦૧૭, ૨૦૧૬ અને ૨૦૧૫માં ચોખ્ખો નફો અનુક્રમે રૂ. ૯૩૧.૦૯ લાખ, રૂ. ૮૮૬.૮૫ લાખ, રૂ. ૭૮૩.૨૪ લાખ અને રૂ. ૭૨.૦૬ લાખ હતો, જે છેલ્લાં ચાર વર્ષમાં ૧૩૪.૬૬ ટકાનાં સીએજીઆરનું પ્રતિનિધિત્વ રજૂ કરે છે, જે નોંધનીય છે.