કોની શાદીમાં રાજપાલ યાદવ બજાવશે બેંડ?

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

હાલના દિવસોમાં કોમેડી ફિલ્મો પ્રત્યે લોકો રુચિ દર્શવી રહ્યાં છે. આ માટે ફિલ્મ મેકર્સ એવો વિષય લઇને આવ્યા છે જેમાં ફૂલ કોમેડી હોય, જે દર્શકોને સીટ સાથે જકડી રાખે. ભાગદોડ અને તનાવના આ સમયમાં દર્શક પણ થોડો સમય હસવા ઇચ્છે છે, પરંતુ જો કોઇ કોમેડી ફિલ્મ તેમને બે-ત્રણ કલાક સતત હસાવતી રહે તો સમજવાનું કે પૈસા વસૂલ. તો હવે વધુ રાહ જોવી નહીં પડી ક્યૂંકી બેંડ બજને કો તૈયાર હૈ.

આ બેંડ ગાજશે લગ્નનું અને ફિલ્મનું નામ છે શાદી તેરી બજાયેંગે હમ બેંડ. જે ટૂંક સમયમાં રિલીઝ થવા જઇ રહી છે.  આ ફિલ્મમાં એક એવો કલાકાર છે જે અત્યાર સુધી દર્શકોને હસાવતો આવ્યો છે, તે છે નંબર વન રાજપાલ યાદવ. આ ઉપરાંત મુશ્તાક ખાન, રાહુલ બગ્ગા, રોહિત કુમાર, દિલબાગ સિંહ, સૃષ્ટિ મહેશ્વરી, રાધા ભટ્ટ અને આફરીન અલ્વી પણ મહત્વપૂર્ણ રોલમાં છે.

ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે દલેર મહેંદીનું ટાઇટલ સોંગ જ્યારે બીજી તરફ દિલબાગ સિંહ, અકાસા સિંહ અને મની સૌંધનું પોપ સોંગ પણ ધમાલ મચાવશે તેવું લાગી રહ્યું છે. લાંબા સમય બાદ શ્રોતાઓને સોનૂ નિગમનું ગીત સાંભળવા મળશે જે સેડ સોંગ છે, એટલે કે હાસ્યની વચ્ચે ઉદાસી ભરી ઘટનાઓ પણ આવશે પરંતુ ડાયરેક્ટર ગુરપ્રીત સૌંધ દાવો કરે છે કે થિયેટરમાં દર્શક ઉદાસ નહીં પણ આનંદમાં હશે, એટલે કે તેઓ ખૂબ જ હાસ્ય મેળવશે.

ફિલ્મને સંગીત આપ્યું છે આદિત્ય પુષ્કર્ણાએ. એકદંરે ફિલ્મમાં ફૂલ મસ્તી છે એટલે બેંડ તો વાગશે જ.

Share This Article