મુંબઇ : રજનિકાંતની ફિલ્મ ટુએ ધારણા પ્રમાણે જ એક પછી એક નવા રેકોર્ડ બોક્સ ઓફિસ પર સર્જવા માટેની શરૂઆત કરી દીધી છે. ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ આ ફિલ્મે ચાર દિવસના ગાળામાં જ ૪૦૦ કરોડની રેકોર્ડ કમાણી કરી લીધી છે. દુનિયાભરના બોક્સ ઓફિસ પર ફિલ્મ એક પછી એક સફળતા હાંસલ કરી રહી છે. ફિલ્મમાં રજનિકાંતે ત્રણ જુદા જુદા રોલમાં નજરે પડનાર છે. નિર્દેશક શંકરની વર્ષ ૨૦૧૦માં બ્લોક બસ્ટર ફિલ્મ આવી હતી.
જે સુપરહિટ સાબિત થઇ હતી. શંકરની રોબોટ ફિલ્મ વર્ષ ૨૦૧૦માં આવ્યા બાદ આ ફિલ્મ સફળ સાબિત થઇ હતી. જેના કારણે હવે તેની સિક્વલ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મ હજુ સુધી શરૂઆતના ચાર દિવસમાં જ ૪૦૦ કરોડની મહાકાય કમાણી કરી ચુકી છે. ફિલ્મમાં રજનિકાંતની સાથે અક્ષય કુમારે મોટી ભૂમિકા અદા કરી છે. ફિલ્મમાં એમી જેક્શન પણ યાદગાર ભૂમિકા અદા કરી છે. ફિલ્મમાં રજનિકાંત એક વૈજ્ઞાનિક અને એક રોબોટના રોલમાં છે. ફિલ્મના ટ્ેલર પર શંકરે રજનિકાંતના સંબંધમાં વાત કરી હતી. શંકરે કહ્યુ હતુ કે જ્યારે અમે દિલ્હીમાં એક સ્ટેડિયમ ખાતે ક્લાઇમેક્સના શુટિંગની તૈયારી કરી રહ્યા હતા ત્યારે રજનિકાંત બિમારી થઇ ગયા હતા.
છ મહિનાથી આની તૈયારી ચાલી રહી હતી. જેને ૪૦ દિવસમાં પૂર્ણ કરવાની જરૂર હતી. પોતાની તબિયત ખરાબ હોવા છતાં રજનિકાંતે આની ચિંતા કરી ન હતી. સાથે સાથે ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કર્યુ હતુ. અમે અતિ વધારે તાપમાનમાં શુટિંગ કરી રહ્યા હતા. રજનિકાંતને ૧૨ કિલોગ્રામના રોબોટિક સુટ પહેરવાની ફરજ પડી હતી. અમે તેમની મહેનતથી તમામ હેરાન હતા. રજનિકાંત સાથે ફિલ્મમાં કામ કરીને અક્ષય ગર્વ અનુભવ કરે છે. તેનુ કહેવુ છે કે આ ફિલ્મ કેરિયરની સૌથી મોટી ફિલ્મ છે.