મુંબઇ : જેની કરોડો ફિલ્મી ચાહકો ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે ટુ ફિલ્મ આવતીકાલે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મ ભારતમાં બનેલી હજુ સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે. આશરે ૬૦૦ કરોડના ખર્ચે આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. ફિલ્મમાં રજનિકાંત, એમી જેક્સન અને અક્ષય કુમારની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મની રજૂઆતની તારીખને વારંવાર ટાળવામાં આવી હતી. આખરે આ ફિલ્મ હવે રજૂ કરવામાં આવી રહી છે. ફિલ્મના સંબંધમાં રોચક બાબત એ છે કે ફિલ્મમાં વિલનના રોલ માટે હોલિવુડના સુપરસ્ટાર આર્નોલ્ડ અને બોલિવુડના સુપરસ્ટાર આમીર ખાન સાથે વાતચીત કરવામાં આવી હતી. જા કે બંને કલાકારોએ ઇન્કાર કર્યો હતો. આખરે અક્ષય કુમારની પસંદગી કરવામાં આવી હતી.
ફિલ્મ માટે પ્રી પ્રોડક્શન કામની શરૂઆત વર્ષ ૨૦૧૫માં હાથ ધરવામાં આવી હતી. ડિસેમ્બર ૨૦૧૫મુખ્ય ફોટોગ્રાફીની શરૂઆત થઇ હતી.રજનિકાંત અને અક્ષય કુમાર સિવાય ફિલ્મમાં એમી જેક્સન મુખ્ય રોલમાં નજરે પડી રહી છે. વર્ષ ૨૦૧૦માં આવેલી રજનિકાંત અને એશની રોબોટ ફિલ્મની સિક્વલ ફિલ્મ છે. નિર્દેશક શંકરે હાલમાં એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે સિક્વલ ફિલ્મને લઇને હાલમાં કોઇ યોજના નથી. જા કે રજનિકાંત વગર ફિલ્મની સિક્વલ શક્ય નથી. શંકરે કહ્યુ છે કે તેમના માટે ફિલ્મની ફ્રેન્ચાઇસને આગળ વધારી દેવાની બાબત એટલી ઉપયોગી નથી. તેમનો મુખ્ય ઉદ્ધેશ્ય ચિટ્ટીના મારફતે દર્શકોને રોમાંિચિત કરવાનો હોય છે. ચિટ્ટીને તમામ વયના લોકો પસંદ કરી રહ્યા છે. તેમની ઇચ્છા છે કે સુપરમેન, સ્પાઇડર મેન અને બેટમેન જેવા પાત્રને લોકપ્રિય બનાવી દેવાની યોજના છે. રોબો નામના એક સુપરહિરોને રાખવા માટે કેટલાક પાસા છે.
શંકરે કહ્યુ છે કે ટુ બાદ થ્રી બનાવી શકાય છે. રજનિકાંત ફિલ્મમાં હોવાના કારણે ચાહકો ફિલ્મને લઇને ઉત્સુકતાથી રાહ જાઇ રહ્યા છે. ફિલ્મ એમી જેક્સન અને અક્ષય કુમાર માટે પણ કેરિયરની સૌથી મોટી ફિલ્મ તરીકે સાબિત થઇ શકે છે. રજનિકાંતની દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરે છે. આવી Âસ્થતીમાં આ ફિલ્મ પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવે છે. ફિલ્મ નિર્માણ કામ ઓગષ્ટ ૨૦૧૭માં પૂર્ણ કરવામાં આવ્યુ હતુ. હવે આવતીકાલે સમગ્ર વિશ્વમાં એક સાથે આ ફિલ્મને રજૂ કરવાની તૈયારી કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૦માં રજૂ કરવામાં આવેલી ફિલ્મને મોટી સફળતા મળ્યા બાદ તરત જ નિર્માતા નિર્દેશકોએ સિક્વલ ફિલ્મ બનાવવા માટેની તૈયારી કરી હતી. શંકરે આ ફિલ્મ પર ખબ મહેનત કરી છે. તમામ કલાકારોને આધુનિક રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે. ફિલ્મ સાથે જોડાયેલી સૌથી નવી ટેકનોલોજીનો ઉપયોગ આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે.
ફિલ્મમાં ખતરનાક વિલનની ભૂમિકા કરી રહેલા બોલિવુડ સ્ટારે પહેલાથી જ કહ્યુ છે કે ફિલ્મને લઇને તે આશાવાદી છે. રજનિકાંત સાથે કામ કરીને તે ગર્વ અનુભવ કરે છે. આ ફિલ્મ તેની કેરિયરની સૌથી મોટી ફિલ્મ છે. ફિલ્મને લઇને તમામ સંબંધિત લોકો ભારે આશાવાદી છે. કારણ કે ફિલ્મ મહાકાય બજેટ સાથે તૈયાર કરવામાં આવી છે.