અનિચ્છાથી પાર્ટનર (લિવ-ઈન રિલેશનશિપ્સમાં પાર્ટનરમાંથી એક)ને પરિવારોએ હઠ પકડ્યો હોવાથીતેના બોયફ્રેન્ડને પરણવાની ફરજ પડે છે ત્યારે શું થઈ શકે છે? તેને તેની પસંદગીઓ માટે જજ કરવામાં આવે છે અને તેની નિષ્કપટતા માટે મજાક પણ કરવામાં આવે છે. જોકે દેખીતી રીતે જ કોઈ સંજોગોમાં એવી કલ્પના નહીં કરી શકાય કે કોઈક તેની મજાક ઉડાવશે અને તેનો પાર્ટનર તેમના બેડ પર ઉપયોગ કરેલું કોન્ડોમ મૂકશે અને લગ્નની રાતને બરબાદ કરી નાખશે. જોકે વોચો હાસ્યસફર કોમિક ટાઈમિંગ્સ સાથે અજનબી વાર્તા માટે નવી નથી. ડિશ ટીવીના આ ઈન-હાઉસ ઓટીટી મંચે આ વખતે રમતિયાળ હુડનઈટ બૌચાર-એ-ઈશ્ક રિલીઝ કરી છે, જે અનેક વળાંકો, વિચિત્ર ખુલાસા અને હાસ્યસભર ગેરસમજૂતીઓ સાથે એક રાતની વાર્તા છે.
રજનીશ અને ઈન્દુ યુપીનું યુવા યુગલ છે. તેઓ ઉત્તર પ્રદેશમાં કાનપુર અને લખનૌનાં પાડોશી શહેરનાં છે. તેમનો રોમાન્સ કોલેજના દિવસોથી જ શરૂ થયો હતો અને સર્વ અવરોધો વચ્ચે તે વર્તમાન દિવસ સુધી ટકી રહ્યો છે. જોકે તેમના જૂની ઘરેડના પરિવારોને જ્યારે તેમના લિવ-ઈન- રિલેશનશિપની વાત જાણવા મળે ત્યારે ડ્રામા શરૂ થાય છે અને તેમને લગ્ન કરવાની ફરજ પાડવામાં આવે છે. ઈન્દુ લગ્નની વિરુદ્ધ છે, કારણ કે તે બાળકો જણવા માગતી નથી અને તેની આ પસંદગી માટે પરિવારો દ્વારા તેને વખોડવામાં આવે છે. તેને ખાસ કરીને લગ્ન પૂર્વે સેક્સ કરવો તે યોગ્ય કૃતિ છે એવા તેના વિચારો વ્યક્ત કરવા માટે પણ તેની ટીકા કરવામાં આવે છે. લગ્નની રાત્રે તેમના બેડ પર ઉપયોગ કરેલું કોન્ડોમ જોઈને તેને ગુસ્સો આવે છે અને તે એવું ધારે છે કે તેમના પરિવારો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. તેની ઈચ્છાથી યુગલ આખી રાત અનેક શકમંદોની તપાસ કરીને વિતાવે છે, જેમાં લોકો સેક્સ વિશે ખોટો નજરિયો અને તેની સાથે આભડછેટ રાખે છે એવું જાણવા મળે છે, જે પછી અર્થપૂર્ણ સંદેશ સાથે નોંધપાત્ર વળાંક આવે છે.
મુખ્ય પાત્રો થકી લેખકે પ્રેમ, લગ્ન, સેક્સ અને પરિવાર વિશે નિખાલસ અને ગંભીર પ્રશ્નો પૂછ્યા છે. વાર્તા થકી સિરીઝ આમઆદમીના રોજના જીવનમાં આવતીઅમુક મુશ્કેલ ભાવનાત્મક ગૂંચનો ઉત્તરો આપે છે. આ વાર્તા હાસ્ય, ભાવના અને ડ્રામા સાથે હાસ્યસભર છે અને અંતે દર્શકોને સંવેદનશીલ મુદ્દાઓ પર તેમના સ્વભાવ અને અપરિપક્વ વિચારો વિશે જાણવા મળે છે. શો પરિવારના સભ્યોમાં અમુક રસપ્રદ ડાયલોગનું આદાનપ્રદાન કરે છે, જે આખી વાર્તામાં મસાલો ઉમેરે છે, જે જીવનની સ્થિતિમાં હાસ્ય ઉમેરીને તેને જોવાલાયક બનાવે છે.
પર્સન્ટ પર્પલના પ્રભાવશાળી પ્રોડકશન હેઠળ ઈશાન બાજપાઈ, અંશુમાન સિંહા અને તૃપ્તિ કંગને દ્વારા લિખિત શો યુગલની આખરી લાગણીઓ અને પ્રણય અને સેક્સ આજે પણ સામાજિક ચુકાદાઓને આધીન કેટલા અંગત વિષયો છે તેની પર પ્રકાશ પાડે છે. મુખ્ય કલાકારોમાં અંકિત શર્મા, અર્શ ગોસ્વામી મુખ્ય પાત્રો રજનીશ સિંહા અને ઈન્દુ ભારદ્વાજની ભૂમિકા ભજવી રહ્યાં છે.
આ લોન્ચ વિશે બોલતાં ડિશ ટીવી ઈન્ડિયાના ડિશ ટીવી અને વોચોના માર્કેટિંગના કોર્પોરેટ હેડ સુખપ્રીત સિંહ કહે છે, “બૌચાર-એ- ઈશ્ક થકી અમે અમારા દર્શકો માટે વધુ એક મનોરંજક સિરીઝ પ્રોડ્યુસ કરી છે. ભોપાલમાં શૂટિંગ કરાયું હોઈ શહેરનું નૈસર્ગિક વાતાવરણ લખનૌ અને કાનપુરની વ્યસ્ત ગલીઓ સાથે વિચિત્ર રીતે પ્રતિકાત્મક હોય તેમ લાગે છે. હુડનઈટ પ્રકારમાં અમારું પદાર્પણ હોઈ અમારી ટીમને શૂટ દરમિયાન અમુક મજેદાર સિનેમાટિક અવસરોનો સામનો કરવો પડ્યો હતો. બધા કલાકારો તે વિચિત્ર બોલી સાથે ઉત્તર ભારતીય વસાહતીઓની સજ્જ બોલી થકી તેમના સંબંધિત પાત્રોને ન્યાય આપે છે. અમે રોજબરોજની દોડધામમાંથી દૂર જવા અમારી કન્ટેન્ટ જોતા અમારા લક્ષ્યના દર્શકો માટે હેતુપૂર્ણ હાસ્ય અને આધુનિક પરંતુ ઊંડા મૂળની પરિવારની થીમો પર ધ્યાન કેન્દ્રિત કરવા માગીએ છીએ.”
બધા પ્રકારમાં મજેદાર કન્ટેન્ટનું અજોડ સંમિશ્રણ લાવતાં વોચો ઘણા બધા ઓરિજિનલ શો ઓફર કરે છે, જેમાં વેબ સિરીઝમાં હેપ્પી, ગુપ્તા નિવાસ, જૌનપુર, પાપા કા સ્કૂટર, આઘાત, ચીટર્સ- ધ વેકેશન, સરહદ, મિસ્ટરી ડેડ, જાલસાઝી, ડાર્ક ડેસ્ટિનેશન્સ, ઈટ્સ માય પ્લેઝર, 4 થિવ્ઝ, લવ ક્રાઈસિસ, અર્ધસત્ય, ચોરિયાં અને રક્ત ચંદનનો સમાવેશ થાય છે. ઉપરાંત ઓરિજિનલ ઈન્ફ્લુએન્સર્સ શોમાં લૂક આઈ કેન કૂક અને બિખરે હૈ અલ્ફાઝનો સમાવેશ થાય છે. વિવિધ સ્ક્રીન્સ (એન્ડ્રોઈડ અને આઈઓએસ ડિવાઈસ, ડિશ એસએમઆરટી ડિવાઈસીસ, ડીટુએચ મેજિક ડિવાઈસીસ અને ફાયર ટીવી સ્ટિક)માં અને www.WATCHO.com ખાતે ઉપલબ્ધ વોચો હાલમાં 35થી વધુ ઓરિજિનલ શો પૂરા પાડે છે, જેમાં 300થી વધુ એક્સક્લુઝિવ પ્લેઝ અને હિંદી, કન્નડ અને તેલુગુમાં 100થી વધુ લાઈવ ચેનલોનો સમાવેશ થાય છે.