રક્ષામંત્રી રાજનાથ સિયાચિન ગ્લેશિયરની મુલાકાત લીધી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : સંરક્ષણમંત્રીનો હવાલો સંભાળ્યા બાદ રાજનાથસિંહ પોતાના પ્રથમ પ્રવાસમાં દુનિયાના સૌથી ઉંચા યુદ્ધક્ષેત્ર સિયાચિન ગ્લેશિયર  પહોંચ્યા હતા. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સિયાચિન બેઝ કેમ્પમાં જવાનો સાથે મુલાકાત કરી હતી અને યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાજનાથસિંહે પોતાની પ્રથમ યાત્રા માટે ચીન અને પાકિસ્તાનથી નજીક લદાખ વિસ્તારમાં ચૂંટણીનું આયોજન કર્યું હતું જે પોતાની રીતે વિશેષ છે. લેહમાં તૈનાત ૧૪ બટાલિયનોએ નવા રક્ષામંત્રી હાલની સ્થિતિ અંગે માહિતી આપી હતી. આ બટાલિયનો પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર અને ચીનથી નજીક સરહદોની દેખરેખ રાખે છે.

રક્ષામંત્રીની સાથે આર્મી ચીફ બિપીન રાવત પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજનાથસિંહે ઉપસ્થિત જવાનો સાથે બેસીને ફોટો પડાવ્યા હતા અને તેમની તબિયત અંગે પૃચ્છા કરી હતી. સિયાચિન સમુદ્ર તટથી લગભગ ૨૦ હજાર ફૂટની ઉંચાઈ પર છે અને વર્ષ દરમિયાન બરફની ચાદરથી ઢંકાયેલું રહે છે. આ દુનિયાનું સૌથી ઠંડુ યુદ્ધ ક્ષેત્ર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રક્ષામંત્રી આગામી સપ્તાહમાં કાર્યક્રમોમાં વ્યસ્ત રહેનાર છે. તેમને તમામ ડિપાર્ટમેન્ટ્‌સ અને સર્વિસેજના લોકો સાથે હાલની સ્થિતિ અંગે પ્રેઝન્ટેશન આપનાર છે.

આ સિવાય મહત્વપૂર્ણ નિમણૂંકથી લઇને તાત્કાલિક ખરીદી જેવા મુદ્દા અને મેક ઇન ઇન્ડિયા પર નીતિગત નિર્ણયોને લઇને પણ ચર્ચા કરનાર છે. સાઉથ બ્લોકના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રક્ષામંત્રીના તમામ વિભાગોને ટાઇમ બાઉન્ડ ડિલીવરી પ્લાન તૈયાર કરવા માટે આદેશો જારી કર્યા છે ત્યારબાદ વ્યાપક પ્રઝેન્ટેશન આપવાની યોજના તૈયાર કરવામાં આવશે. રાજનાથસિંહ અપાચે એટેક હેલિકોપ્ટર્સના ઇંડક્શનના અવસર પર એરફોર્સ ફેસિલીટીઝની પણ મુલાકાત લઇ શકે છે.

Share This Article