રાજકુમાર રાવ આ નામને થોડા વર્ષો પહેલા કદાચ કોઇ ઓળખતું પણ ન હતું, અને આજે તેને “ગેમ ચેન્જર”ના નામે ઓળખવામાં આવે છે. હાલમાં જ તેને એક એવોર્ડ ફંક્શનમાં ગેમ ચેન્જર ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. ત્યારે રાજકુમારે આ વિષે કહ્યું હતુ કે જો લોકો તમને ગેમ ચેન્જર કહે છે તો આ એક મોટી જવાબદારી છે. કારણકે તમારુ પફોર્મન્સ જો નબળુ પડી જાય તો તમારા ફેન્સને દુખ થાય છે. આ ફક્ત એક એવોર્ડ નથી, મોટી જવાબદારી છે.
આ એવોર્ડ રાજકુમારને વધારે સારુ કામ કરવા માટે પ્રેરશે તેવું તેણે જણાવ્યુ હતું. ખાન ત્રિપુટી, અક્ષય કુમાર અને સ્ટાર કિડ્સ વચ્ચે પોતાની એક અલગ ઓળખાણ બનાવવી કાંઇ નાની વાત નથી. સિટીલાઇટ્સ ફિલ્મથી પોતાની ઓળખાણ ઉભી કરનાર રાજકુમારને ખઆસ લોકો ઓળખતા નહોતા, પરંતુ ત્યારબાદ એક પછી એક નાના બજેટની હિટ ફિલ્મો આપીને બોલિવુડની જાકમજોળમાં પોતાનું એક અલગ સ્થાન જ બનાવી લીધું. પોતાની અદભૂત એક્ટિંગ દ્વારા દરેકના મન રાજકુમારે મોહી લીધા.
તેણે સાબિત કરી આપ્યુ કે હાઇટ, સ્ટ્રોન્ગ ફિઝીક ના હોય તો પણ જો તમારી એક્ટિંગ દમદાર હોય તો તમે આગળ વધી શકો છો, અને સફળતાની ટોચ પર બેસી શકો છો. વેલ, કોન્ગ્રેચ્યુલેશન્સ રાજકુમાર રાવ..!!