રાજકુમાર રાવ અને સિદ્ધાર્થ વિદેશમાં મિત્રોની સાથે હશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  બોલિવુડના કલાકારો નવા વર્ષની ઉજવણી કરવા માટેની યોજના બનાવી રહ્યા છે. કેટલાક સ્ટાર પરિવારની સાથે વિદેશમાં ઉજવણી કરવા માટે તૈયાર છે. તો કેટલાક સ્ટાર પોતાની પ્રેમિકા સાથે નવા વર્ષની ઉજવણી કરનાર છે. સિદ્ધાર્થ મલહોત્રા તેની બે ફિલ્મ જબ્બરિયા જાડી અને મરજાવા ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લધા બાદ વિદેશમાં નવા વર્ષની ઉજવણી કરનાર છે. તે શુટિંગથી બ્રેક લઇને સાઉથ ઇસ્ટ એશિયા જઇ રહ્યો છે. તે ક્યાં સ્થળ પર ઉજવણી કરનાર છે. આ અંગે સિદ્ધાર્થે કોઇ જાહેરાત કરી નથી. જા કે ટુંક સમયમાં જ આની જાહેરાત કરવામાં આવનાર છે.

રાજકુમાર રાવ પોતાની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી પત્રલેખા સાથે નવા વર્ષની ઉજવણી કરનાર છે. રાજકુમાર રાવ પાસે હાલમાં કેટલીક ફિલ્મો છે. જેમાં મેઇડ ઇન ઇન્ડિયા, એક લડકી કો દેખા તો એસા લગા અને મેન્ટલ હે ક્યા નામની ફિલ્મનો સમાવેશ થાય છે. મેન્ટલ હે ક્યા નામન ફિલ્મમાં તે કંગના રાણાવતની સાથે કામ કરનાર છે. પત્રલેખા અને રાજકુમાર રાવ લંડનમાં નવા વર્ષ અને ક્રિસમસન ઉજવણી કરવામાં વ્યસ્ત છે. તે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ભારત પરત ફરનાર છે.

ભારતમાં પરત ફર્યા બાદ ઉભરતા સ્ટાર તરીકે  રહેલો રાજકુમાર રાવ તુર્રમ ખાન નામની ફિલ્મનુ શુટિંગ કરનાર છે. ગયા વર્ષે પણ રાજકુમાર રાવ અને પત્રલેખા દ્વારા અમેરિકામાં નવા વર્ષની ઉજવણી કરવામાંમ આવી હત. આ વખતે પણ બોલિવુડના કલાકારો વિદેશમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે તૈયારી કરી રહ્યા છે.

Share This Article