રાજકોટ :રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ઓસોસિએશન મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે આજે પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝને કચડી નાખીને સૌથી મોટી જીત હાંસલ કરી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ભારતે પ્રથમ સૌથી મોટી જીત મેળવી હતી. વિન્ડિઝને એક ઈનિંગ્સ અને ૧૭૨ રને હાર આપી હતી. ભારતને પ્રથમ દાવમાં નવ વિકેટે ૬૪૯ રન દાવ ડિકલેરના જવાબમાં વિન્ડિઝની ટીમ તેના પ્રથમ દાવમાં ૪૮ ઓવરમાં માત્ર ૧૮૧ રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના લીધે વિન્ડિઝને ફોલોઓન થવાની ફરજ પડી હતી. ફોલોઓન થયા બાદ પણ વિÂન્ડઝના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા અને એક પછી એક વિકેટો ગુમાવી હતી. વિન્ડિઝની ટીમ બીજી ઈનિંગ્સમાં ૫૦.૫ ઓવરમાં ૧૯૬ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આની સાથે જ ભારતે સૌથી મોટી જીત મેળવી હતી. ભારતની ટેસ્ટ મેચમાં ઈનિંગ્સ અને રનના મામલામાં આ સૌથી મોટી જીત છે.
આ પહેલા આ વર્ષે જૂન મહિનામાં ભારતે અફગાનિસ્તાનને બેંગલોરમાં એક ઈનિંગ્સ અને ૨૬૨ રને હાર આપી હતી. ભારત તરફથી બીજી ઈનિંગ્સમાં કુલદીપે જારદાર બોલીંગ કરીને ભારતને જીત અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. કુલદીપે ૫૭ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. અશ્વિને પણ જારદાર બોલીંગ કરી હતી. અશ્વિને ૭૧ રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓ છવાયેલા રહ્યા હતા. કુલદીપ સામે વિન્ડિઝના બેટ્સમેનો ટકી શક્યા ન હતા અને એક પછી એક વિકેટો ગુમાવી હતી. અગાઉ રાજકોટના મેદાન ઉપર પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે વેસ્ટ ઇન્ડિઝની ટીમ તેના પ્રથમ દાવમાં ભારતના નવ વિકેટે ૬૪૯ રન દાવ ડિકલેરના જવાબમાં ૧૮૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. જેથી તેને ફોલોઓન થવાની ફરજ પડી હતી. રાજકોટ ટેસ્ટમાં ગઇકાલે જ ભારતે ભારતે સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું હતું.
પહેલા બેટિંગ કરતા ભારતે નવ વિકેટે ૬૪૯ રન કરીને દાવ ડિકલેર કર્યો હતો. ભારત તરફથી ૧૮ વર્ષની વયમાં ટેસ્ટ ડેબ્યુ કરનાર પૃથ્વી પંકજ શોએ શાનદાર દેખાવ કર્યો હતો. ટેસ્ટ પ્રવેશની સાથે જ સદી પૂર્ણ કરનાર તે સૌથી યુવા ભારતીય ખેલાડી બની ગયો હતો. શોએ ગયા વર્ષે આ જ મેદાન પર રણજી ટ્રોફી મેચમાં પ્રવેશ કરીને સદી ફટકારી હતી. અગાઉ પ્રથમ દિવસે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ ટેસ્ટ મેચમાં ભારત તરફથી તમામ ખેલાડીઓએ જારદાર દેખાવ કર્યો હતો. રવિન્દ્ર જાડેજાએ ૧૩૨ બોલમાં અણનમ ૧૦૦ રન કર્યા હતા. કેપ્ટન કોહલીએ ૨૪મી ટેસ્ટ સદી ફટકારીને ૧૩૯ રન કર્યા હતા. વર્ષ ૨૦૧૬માં છેલ્લી શ્રેણી રમાઇ હતી. બંને દેશો વચ્ચે હજુ સુધી કુલ ૯૪ ટેસ્ટ મેચ રમાઇ ચુકી છે. જે પૈકી ભારતે ૧૮ અને વેસ્ટ ઇÂન્ડઝે ૩૦ ટેસ્ટ મેચજીતી છે. બંને ટીમો વચ્ચે ૪૬ ટેસ્ટ મેચ ડ્રો રહી છે. દેવેન્દ્ર બિસુ, ગાબ્રિયેલ, કિરેન પોવેલ, ક્રેગ બ્રેથવેઇટ પાસેથી સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ અંકદરે નબળી દેખાઇ રહી છે.
જા કે ટેસ્ટ ક્રિકેટમાં તેની ટીમ કોઇ પણ સમય જારદાર દેખાવ કરી શકે છે.ટીમમાં કેટલાક પ્રતિભાશાળી ખેલાડી રહેલા છે.વેસ્ટ ઇÂન્ડઝની ટીમ પહેલા ભારતીય ટીમ પર પ્રભુત્વ ધરાવતી હતી. જ્યારે ક્લાઇવ લોઇડના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ હતી ત્યારે તેમની ટીમ ખુબ શÂક્તશાળી હતી. એ વખતે ભારતીય ટીમ પ્રમાણમાં નબળી હતી. વેસ્ટ ઇન્ડિઝના બોલરોનુ પ્રભુત્વ રહેલુ હતુ. વિન્ડીઝની ટીમમાં માલ્કમ માર્શલ, માઇકલ હોલ્ડિંગ, એન્ડી રોબર્ટસ અને અન્ય બોલરો હતા. જે શÂક્તશાળી હતા. તેમની સામે રમવામાં તો દરેક બોલરોને તકલીફ પડતી હતી. તમામ ચાહકો જાણે છે કે ભારત અને વિન્ડિઝ વચ્ચે ક્રિકેટ સંબંધોની શરૂઆતને ૭૦ વર્ષ પુરા થઇ રહ્યા છે. ૧૯૪૮માં ભારત સ્વતંત્ર થયા બાદ વેસ્ટઇÂન્ડઝ અને ભારત વચ્ચે નવેમ્બરમાં પ્રથમ શ્રેણી રમાઈ હતી. ભારતની ક્રિકેટ સફર ૧૯૩૨માં શરૂ થઇ હતી. ત્યારબાદ આગામી ત્રણ સિરિઝ ઇંગ્લેન્ડ સામે રમાઈ હતી. ભારતનો પ્રવાસ વેસ્ટઇન્ડિઝે ૧૯૪૮-૪૯માં કર્યો હતો. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી ૧-૦થી જીતી હતી.