રાજકોટ : ફરી એક વાર રાજકોટ પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે, શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી એસઓજીની ટીમ દ્વારા બાતમીના આધારે 2 શખ્સને ગાંજા સાથે પકડી પાડયા હતા. જેમાં પોલીસે 51.820 કિલોનાં મુદ્દામાલ સાથે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી રાજકોટ એસઓજીએ 51 કિલોથી વધુનો ગાંજો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી રાજકોટ એસઓજીએ બાતમીના આધારે 2 શખ્સને ગાંજા સાથે ઝડપ્યા હતા. જેમાં પોલીસે 51.820 કિલોનાં મુદ્દામાલ સાથે 2ને ઝડપી પાડ્યા હતા. તેમજ 5 લાખથી વધુના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં રફીક જુણેજા અને અસ્લમ સૈયદ નામના શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે 5 લાખ 29 હજાર 700નાં મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. સુરતના સાયણમાંથી ગાંજો ઝડપાયો છે. એવરવિલામાં આવેલ દુકાનમાંથી સુરત એસઓજીને રેડ પાડતા ગાંજો મળી આવ્યો છે. એસઓજીએ 89 કિલોના ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરત પોલીસે બાતમીના આધારે ઘટનાસ્થળે અજાણ્યા શખ્સોને રંગે હાથે ઝડપવા વોચ રાખી હતી. અંતે એસઓજી સફળ રહી હતી. રૂપિયા 8.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ ર્જીંય્એ ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.