રાજકોટમાં સગીરાને ભગાડી જનાર મુસ્લિમ આરોપી ઝડપાયો છે. પડધરીનો આરોપી સાહિલ વાઘેર નેપાળ સરહદે પહોંચે તે પહેલા દબોચી લેવાયો છે. 15 વર્ષની હિન્દુ સગીરાને ભગાડીને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કર્યો હતો. અત્રે જણાવીએ કે, પોલીસે લોકેશન શોધી આરોપીને દબોચી લીધો છે.
પોલીસે સગીરાને આરોપીના ચુંગાલમાંથી છોડાવી દીધી છે. ગ્રામ્ય પોલીસે બંનેને લઈને રાજકોટ આવવા રવાના થયા છે. અત્રે જણાવીએ કે, વીડિયોમાં સાહિલ સાથે ખુશીથી ભાગી હોવાનું સગીરાએ કહ્યું તેમજ સાહિલ વાઘેરે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વીડિયો અપલોડ કર્યો હતો. તો બીજી તરફ સાહિલ વિરુદ્ધ તેની જ પત્નીએ ભરણપોષણનો કેસ કર્યો છે. 15 વર્ષની સગીરાને ફસાવીને સાહિલ ભગાડી ગયાનો આરોપ છે.
રાજકોટમાં લવ જેહાદની ઘટના સામે આવી હતી. જેમાં એક 15 વર્ષની સગીરાને સાહિલ વાઘેર નામનો શખ્સ ભગાડી ગયો છે. ત્યારે આ મામલે સગીરાની માતા દ્વારા પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સગીરની માતાએ કહ્યું હતું કે, મોબાઇલમાં મેસેજ કરીને જણાવ્યું છે કે તે સાહિલ સાથે ગઈ છે. પીડિતાની માતાએ વધુમાં જણાવ્યું હતું કે સાહિલ અને તેની પુત્રી છેલ્લા આઠ નવ મહિનાથી સંપર્કમાં હતા.